હેવમોર ચોકમાં યુવાન પર ચાર લોકોનો છરી અને પાઇપ વડે હુમલો | Four people attacked a young man with a knife and a pipe in Havmor Square

![]()
ઘોઘાગેટ પોલીસ ચોકી નજીક બનાવ બન્યો
પાંચ દિવસ પૂર્વે થયેલા ઝઘડાની દાજ રાખી યુવાનને માર મારી જાનથી મારી
નાખવાની ધમકી આપી
ભાવનગર – આનંદનગર ત્રણ માળીયા ખાતે રહેતા યુવાનને પાંચ દિવસ પહેલા
શખ્સ સાથે ઝઘડો થયો હતો. આ ઝઘડાની દાજ રાખી ચાર ઈસમો હેવમોર ચોકમાં ધસી જઈ યુવાન
પર લોખંડના પાઇપ અને છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી
હતી.
શહેરના આનંદનગર ત્રણ માળિયા રૃમ નં.૧ ખાતે રહેતા સંજયભાઈ દેવરાજભાઈ
ગોહિલને પાંચ દિવસ પહેલા રૃપમ ચોકમાં કરણ ઉર્ફે દાઉદ સાથે બોલા ચાલી થઈ હતી. તેની
દાજ રાખી કરણ ઉર્ફે દાઉદ, બાદશાહ, હાદક અને એક અજાણ્યા ઈસમે
એક સંપ કરી રીક્ષામાં ઘોઘાગેટ પોલીસ ચોકી પાસે આવેલ હેવમોર ચોકમાં ધસી જઈ
સંજયભાઈને ગાળો આપી પાઇપ અને છરી વડે માર મારી ઈજા પહોચાડી જાનથી મારી નાખવાની
ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત યુવાનને ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. આ
બનાવ સંદર્ભે સંજયભાઈએ ચાર શખ્સ વિરૃધ્ધ ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા
પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



