दुनिया

અમેરિકા અને ઇરાનના ‘શાંતિ કરાર’ હાથવેંતમાં હોવાના ટ્રમ્પનો સંકેત | Trump hints that US Iran ‘peace deal’ is imminent



– ઇરાનનું શસ્ત્ર પ્રદર્શન : અમેરિકાને વિશ્વ યુદ્ધનો પડકાર

– ટ્રમ્પનો ઇરાન યુદ્ધમાં 2.4 લાખ કરોડનો ધુમાડો અમેરિકાના 42 પ્લેન-ડ્રોનનો કચ્ચરઘાણ નીકળ્યો

વોશિંગ્ટન, દુબઈ : ભારત-પાક. યુદ્ધમાં વિમાનોના નુકસાનના આંકડાની ગણતરી કરીને મજાક કરતાં ટ્રમ્પને હવે જ્યારે અમેરિકાના ૪૨ વિમાનોનું નુકસાન ઇરાન યુદ્ધમાં થયું છે ત્યારે મોઢું સંતાડવું ભારે પડી રહ્યું છે. બીજી બાજુએ હજી પણ ઇરાને જાણે યુદ્ધ લડવા તૈયાર હોય તેમ રાજધાની તહેરાનમાં શસ્ત્ર પ્રદર્શન કર્યું હતું. દરમિયાનમાં ઇરાન સાથે કોઈપણ ઘડીએ શાંતિકરાર થાય તેવા ટ્રમ્પે સંકેતો આપ્યા હતા.

ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડે જબરદસ્ત શસ્ત્ર પ્રદર્શન કર્યુ છે. આમ ટ્રમ્પ એકબાજુએ ઇરાનની મહત્તમ લશ્કરી તાકાત ખતમ કરી દીધાના દાવા કરે છે તેની સામે ઇરાને બતાવ્યું કે હતું કે હજી તો ઘણું બધુ બાકી છે. તેઓ હજી પણ યુદ્ધ લડવા માટે તૈયાર છે. આ બતાવે છે કે ટ્રમ્પ ઇરાન સામે યુદ્ધ કરવા પોતાની પ્રતિષ્ઠા પણ ગુમાવી ચૂક્યા છે. તેમના નીતનવા અને સતત બદલાતા નિવેદનોએ તેમને વિશ્વના રાજકીય વર્તુળોમાં હાસ્યાસ્પદ બનાવી દીધા છે. ઇરાનમાં સત્તા પરિવર્તનના સપના જોતાં ટ્રમ્પ હવે શાંતિના હવાતિયા મારતા હોય તેવી સ્થિતિ ઊભી થઈ રહી છે.  અમેરિકાએ તેના કારણે હાલમાં વિયેતનામ યુદ્ધ પછીનું સૌથી મોટું નુકસાન ઉઠાવવું પડી રહ્યું છે. 

આઈઆરજીસીએ નિવેદનમાં લખ્યું છે કે ‘જો ઈરાન ઉપર ફરીથી હુમલો કરવામાં આવશે તો ક્ષેત્રીય જંગ હવે ક્ષેત્રીય મધ્ય-પૂર્વ સુધી જ સીમિત નહીં રહે, પરંતુ તેથી વ્યાપક આગ ફેલાઈ જશે, ઈરાનના વિનાશક હુમલા દુશ્મનોને કચડી નાખશે.’ ઇરાન પોતે દાવો કરી ચૂક્યું છે કે તે તેની નવ કરોડની વસ્તીમાંથી ત્રણ કરોડની વસ્તીને તાલીમ આપી રહ્યુ છે. .યુક્રેને તેના નાગરિકોને તાલીમ આપી તે રીતે તે તાલીમ આપી રહ્યું છે. ઇરાનના લશ્કરની આ બેઝિક તાલીમનું પ્રમાણપત્ર મેળળનારને જનફદા કહેવાય છે. તેમાં મહિલાઓને પણ તાલીમ આપવામાં આવી રહી છે. જો કે આ દાવાની કોઈ સ્વતંત્ર રીતે ચકાસણી થઈ શકી નથી. 

અમેરિકન કોંગ્રેસની રિસર્ચ કમિટીના રિપોર્ટ મુજબ અમેરિકાએ ગુમાવેલા શસ્ત્રોમાં જોઈએ તો ચાર એફ-૧૫ ઈ સ્ટ્રાઇક ઇગલ ફાઇટર જેટસ,એક એફ-૩૫ એ લાઇટનિંગ ટુ, એફ એ-૧૦ થન્ડર વોલ્ટ ટુ,  સીન કેસી ૧૩૫ સ્ટ્રેટોટેન્કર તેમાં ટેન્કર વિમાનો, એફ ઇ.૩ સેન્ટ્રી એરબોર્ન-વોર્નિંગ એન્ડ કંટ્રોલ એર-સ્ટ્રાઇક, વીએમસી ૧૩૦-જે કમાન્ડો-૧ એર ક્રાફટ, એફ એસ-એચ- ૬૦ ડબલ્યુ જોવી ગીન ટુ હેલિકોપ્ટર, ૨૪ એમ-ક્યુ નાઇન રીપર ડ્રોન્સ, એફ એમ-કયુ- ૪ સી. ટ્રાઇસ વિમાન ગુમાવ્યા છે. આ માહિતી અમેરિકામાં સંરક્ષણ વિભાગે આપી હતી.આ માહિતી આપતાં એકટિંગ પેન્ટાગોન કોમ્પ્ટ્રોલર ડબલ્ય્ હરેઝ યેર્ડ તેવી પણ આશંકા દર્શાવી હતી  કે આ સંખ્યામાં હજી પણ વધારો થઇ શકે તેમ છે. આટલું નુકસાન ઓછું પડતું હોય તેમ ટ્રમ્પે ઇરાન પર વધુ એક હુમલો કરવાની જાહેરાત કરી છે. આ હુમલો શુક્રવાર, શનિવાર કે રવિવારે થઈ શકે તેમ ટ્રમ્પે જણાવ્યું છે. કદાચ તે આગામી અઠવાડિયાના પ્રારંભમાં પણ હુમલો કરી શકે છે તેમ જણાવ્યું છે. 

અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સે જણાવ્યું હતુ ંકે ઇરાન પાસે પરમાણુ શસ્ત્રો કે પરમાણુ બોમ્બ આવી ગયો તો આખા વિશ્વમાં પરમાણુ શસ્ત્રોની દોડ વેગવંતી બની શકે છે. તેથી અમે જો ઇરાન પરમાણુ શસ્ત્રોને લઈને ન માન્યુ તો તેની સામે લશ્કરી કાર્યવાહી કરવા માટે તૈયાર છીએ. વાન્સે જણાવ્યું હતું કે ઇરાન સાથે અનેક રાજદ્વારી છૂટછાટ છતાં તેની પાસે પરમાણુ શસ્ત્રો ન હોવા જોઈએ તે વાત પર અમે મક્કમ છીએ. 



Source link

Related Articles

Back to top button