સ્વરાંકન એપાર્ટમેન્ટ ના પહેલા માળે આગ ભભુકી ઉઠી | Fire breaks out on the first floor of Swarankan Apartment

![]()
ફાયર બ્રિગેડ સ્ટાફે એક ગાડી પાણી છાંટી આગને બુજાવી
રહેણાંકના મકાનમાં રાખવામાં આવેલ ઘરવખરી અને સામાન ખાક્ થઈ ગયો હતો
ભાવનગર – ભાવનગર શહેરના
રૃપાણી સર્કલ દીવડી નજીક આવેલ સ્વરાંકન એપાર્ટમેન્ટના પહેલા માળે આવેલ ફ્લેટ
નં.૧૦૫માં મોડી રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગ્યાનો સંદેશો ફાયર બ્રિગેડને
મળતા ફાયર બ્રિગેડ સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો અને આગ પર એક ગાડી પાણી છાંટી આગને
બુજાવી દીધી હતી. આગમાં ઘરવખરી સંપૂર્ણપણે ખાક્ થઈ જવા પામી હતી.
ભાવનગર શહેરના રૃપાણી સર્કલ દીવડી નજીક આવેલ સ્વરાંકન એપાર્ટમેન્ટના પહેલા
મારે આવેલ ફ્લેટ નંબર ૧૦૫માં રહેતા નારણભાઈ ભોપાભાઈ મેરના રહેણાંકના મકાનમાં મોડી
રાત્રિના સમયે અચાનક આગ ભભૂકી ઊઠી હતી. આગ લાગ્યાના સંદેશો ફાયર બ્રિગેડને મળતા
ફાયર બ્રિગેડ સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને લાગેલી આગ પર એક ગાડી પાણીનો છંટકાવ
કરી આગને કાબુમાં લીધી હતી. આગમાં રહેણાંકના મકાનમા રાખવામાં આવેલ ઘરવખરી અને સામાન
સંપૂર્ણપણે ખાક્ થઈ જવા પામ્યો હતો. આગ લાગવાનું કારણ અને નુકસાની જાણવા મળેલ નથી.



