गुजरात

આમોદ નગરપાલિકા વોર્ડ નંબર 1 લાખો રૂપિયા ના ખર્ચે બનાવેલ આરોપ્લાન્ટ ધૂળ ખાઇ છે

આમોદ

રિપોર્ટર – જાવીદ મલેક

આમોદ નગરપાલિકા વોર્ડ નંબર 1 લાખો રૂપિયા ના ખર્ચે બનાવેલ આરોપ્લાન્ટ કાંટા વાળા ગલ બાવળ મા છે કે પછી કાંટા વાળા ગલ બાવળ આરોપ્લાન્ટ માં છે. અંધેરી નગરીમાં ગંડુ રાજા જેવી પરિસ્થિતિ હોય તેવું સ્પષ્ટ દેખાય રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર હાલ આમોદ નગર પાલિકામાં કોંગ્રેસ પ્રેરિત બોર્ડની સત્તા છે અને અગાઉ અઢી વરસ વોર્ડ નંબર 1 ના સદસ્ય પ્રમુખ તરીકે હોદ્દો ધરાવી ગયા જ્યારે હાલ વોર્ડ નંબર 1 ના સદસ્ય ઉપપ્રમુખ તરીકે ચાલુ છે તથા બીજા એક મહિલા સદસ્ય પણ આ જ વિસ્તારના છે છતાં પુરસા રોડ નવી વસાહત માં મીઠા પાણીની સમસ્યા હોવાથી લાખો રૂપિયાનો ખર્ચ કરી આરો પ્લાન્ટનો રૂમ બનાવી આરો પ્લાન ચાલુ કરવામાં આવ્યો હતો પરંતુ જે પ્લાન હાલ ગલ બાવર મા દેખાતો નથી જેથી જે વિસ્તારના લોકોને બીજા વિસ્તારમાં જઈ પીવા માટેનું પાણી ભરી લાવવું પડે છે જેથી શોભાના ગાંઠિયા સમાન આરો પ્લાન્ટ ની આસપાસના બાવળ સફાઈ કરી ચાલુ કરશે કે પછી નવી વસાહત ની ભોળી પ્રજાના વોટ લેવામાં જ રસ રાખશે. જ્યારે બીજીબાજુ નગરપાલિકા દ્વારા સોચાલય બનાવવામાં આવેલ છે જે પણ ઘણા ટાઈમથી બંધ હાલતમાં હોવાથી ગરીબ પ્રજાને ખુલ્લામાં સૌચાલય કરવા જવું પડે છે તો શું આ વિસ્તારના સદસ્ય સૌચાલય ચાલુ કરાવશે કે પછી એને એ જ હાલતમાં બંધ રાખશે એ જોવાનું રહ્યું. નગરપાલિકાના તમામ વોર્ડમાં દોર તું દોર કલેક્શન માટે નગરપાલિકા દ્વારા ટ્રેક્ટર તથા છોટા હાથી દ્વારા કચરો ઉઘરાવવામાં આવે છે પરંતુ આ નવી વસાહત માં ડોર ટુ ડોર કલેકશન માટે કોઈપણ પ્રકારની ગાડી આવતી નથી જેના કારણે ભરૂચ જંબુસર મેઇન રોડની બાજુમાં આવેલ સર્વિસ રોડ ઉપર કચરા પેટી મુકવામાં આવેલ છે જેથી જાહેર રસ્તા ઉપર ગંદકી એ માઝા મૂકી હોય એમ નજરે પડે છે અને કેટલીવાર અકસ્માતના બનાવો બનતા રહે છે તો શું આ સમાચાર પ્રસિદ્ધ થવાથી આ વિસ્તારના સદસ્યો તેમજ ઉપપ્રમુખ શ્રી આ વસાહતની ભોળી પ્રજાને ન્યાય અપાવશે કે પછી કે પછી જેતે પરિસ્થિતિ રાખશે..

Related Articles

Back to top button