गुजरात

આમોદ થી જંબુસર જતાં રસ્તા પર પેસેન્જર ભરેલી બસ ખાબકતા બચી,સાથે સાથે સર્વિસ રોડ પર 3 માલ ભરેલી ગાડીઓ ફસાતા મોટી જાનહાનિ નો ભય

Anil Makwana

આમોદ

રીપોટર – જાવેદ મલેક

આમોદ થી જંબુસર જતાં રસ્તા પર પેસેન્જર ભરેલી બસ ખાબકતા બચી,સાથે સાથે સર્વિસ રોડ પર 3 માલ ભરેલી ગાડીઓ ફસાતા મોટી જાનહાનિ તણી.. 3 કિલોમીટર નો સ્ટેટ હાઇવે રોડ 13 કરોડના ખર્ચે બનેલો જ્યાં રોડ ઉપર અનેક ગાડીઓ ફસાય છે રોડની બનાવટમાં મોટે થી મોટો ભ્રષ્ટાચાર આચર્યો હોવાની લોક મુખે આમોદ નગરમાં ચર્ચા નો વિષય બની ગયો છે. આમોદ થી જંબુસર જવાના માર્ગ ઉપર આમોદ થી શરુ થતા જ મસમોટા ખાડા પડ્યા છે અને આ ખાડાઓ જાણે તળાવો બનાવ્યા હોય તેમ આ ખાડાઓ જોતા લાગી રહ્યું છે. મોટા ભાગની ગાડી ઓ હાલ સર્વિસ રોડ પર થી જઈ રહી છે. સર્વિસ રોડ પણ મોટા મોટા ગાબડાં પડી ગયા છે. અને રોડની સાઈડ મા આવેલ ગટરો કેટલીક જગ્યાએ બેસી જવા પામી છે.. ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ જતાં ખાડાઓમાં થી વાહન લઈ નીકળવું માથાના દુઃખાવા સમાન થઈ ગયું છે આ ખાડાઓ લીધે વાહન ચાલકો વાહનો લઇ સર્વિસ રોડ ઉપરથી પસાર થતી હોવાને લીધે સર્વિસ રોડ ની હાલત પણ દયનીય બનવા પામી છે અનેક જગ્યાઓ એ ઠેકઠેકાણે ગાડીઓ ફસાય જતી હોવાની બૂમો ઉઠી રહી છે તેમ છતાં લાગતા વળગતા ભ્રષ્ટાચારી અધિકારીઓનું પેટનું પાણી પણ હલતું નથી. 13 કરોડ રૂપિયાના ખર્ચે બનેલો આ રોડ 13 મહિના પણ ન ચાલ્યો અને રોડ ની દયનીય પરિસ્થિતિ થઈ ગઈ તેમ છતાં તંત્ર તરફથી કોન્ટ્રાક્ટર ઉપર કડક પગલાં લેવામાં આવતા નથી તો હવે જોવાનું રહ્યું જે આ રોડનું સમારકામ ક્યારે કરવામાં આવશે તે જોવું રહ્યું

Related Articles

Back to top button