गुजरात

રાણપુરના નાગનેશ ગામે 5 દિવસની જહેમત બાદ દીપડો પાંજરે પુરાયો | leopard was finally captured in a cage in Naganesh village of Ranpur



ત્રણ વર્ષ પૂર્વે પણ એક દીપડો પાંજરે પુરાયો હતો

વાડી વિસ્તારમાં દીપડાના આટાફેરાવાળો વીડિયો વાયરલ થવા અને રજૂઆત સાથે
તંત્ર એલર્ટ થયું હતું

ભાવનગર –  બોટાદ જિલ્લાના
રાણપુર તાલુકાના નાગનેશ ગામે વાડી વિસ્તારમાં દીપડો વિચરતો હોય જેની જાણ થતા વન
વિભાગની ટીમ દ્વારા પાંજરૃ ગોઠવી પેટ્રોલીંગ શરૃ કરાયું હતું. જ્યારે આજે આ દીપડો
પાંજરે પુરવામાં સફલતા મળી હતી.

મળતી વિગતો મુજબ રાણપુર તાલુકાના નાગનેશ ગામ નજીક દીપડાના આટાફેરા હોવાનો
વીડિયો વાયરલ થયો હતો અને સરપંચ સહિતની રજૂઆત આવ્યા બાદ વન વિભઆગે ખરાઇ કરી દીપડો
હોવાની હકીકત મેળવી હતી. અને પાંચ દિવસ પૂર્વે પાંજરૃ ગોઠવી દેવાયું હતું. જ્યારે
આજે આ ૧૨ થી ૧૩ વર્ષનો દીપડો પાંજરે પુરાયો હતો જેને જોવા ગામલોકોના ટોળા એકત્રીત
થયા હતાં. સાવચેતી પૂર્વક આ દીપડાને વધુ સારવાર અર્થે પાલિતાણા વેટરનીટી હોમ ખાતે
મોકલી દેવામાં આવ્યો છે. જો કે
, ત્રણેક વર્ષ પૂર્વે પણ નાગનેશ ગામે દીપડો દેખાતા ચુડા અને
બોટાદ વન વિભાગે સંયુક્ત કવાયત કરી દીપડાને પાંજરે પુર્યો હતો. આમ દીપડાના ખોફથી
ખેડૂત અને મજુર વર્ગમાં ફફડાટ હતો તે દીપડો પાંજરે પુરાતા દૂર થયો હતો અને વન
વિભાગને પાંચ દિવસની જહેમત બાદ સફળતા મળી હતી.



Source link

Related Articles

Back to top button