गुजरात

વરતેજ નજીક ટ્રક અને એકટીવા અથડાતા આધેડનું મોત | Middle aged man dies after truck and Activa collide near Vartej



મૃતકના
પુત્રએ ટ્રક ચાલક વિરૃધ્ધ વરતેજ પોલીસમાં ફરિયાદ નોંધાવી

આધેડ
એકટીવા લઈને દવાખાનેથી પરત પોતાના ગામ જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો

ભાવનગર – 
વરતેજના રંગોલી ચોકડી પાસે ટ્રક અને એકટીવા વચ્ચે અકસ્માત
સર્જાતા પાલીતાણાના આધેડનું મોત નિપજ્યું હતું.

પાલીતાણાની
સરકારી સ્કૂલ સામે રહેતા મયંકભાઇ મનસુખભાઈ મારું ના પિતા મનસુખભાઈ મારું પોતાનું
એકટીવા નંબર જીજે.૦૪ ઇડી ૭૫૦૮ નું લઈ ભાવનગર ડોક્ટર દિજેશ શાહના દવાખાનેથી પરત
પોતાના ઘરે પાલીતાણા પરત આવતા હતા ત્યારે વરતેજ રંગોલી ચોકડી નંદનવન હોટલ સામે રોડ
ઉપર પહોંચતા પાછળથી એક અજાણ્યા ટ્રકના ચાલકે તેનો ટ્રક પુરઝડપે અને બેફિકરાયથી
માણસની જિંદગી જોખમાઈ તે રીતે ચલાવી મનસુખભાઈના એકટીવા સાથે ભટકાડી શરીર ગંભીર
ઈજાઓ પહોંચાડયા ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેમનું મોત
નિપજ્યું હતું.આ બનાવ સંદર્ભે મૃતકના પુત્ર મયંકભાઇએ અજાણ્યા ટ્રક ચાલક વિરૃધ્ધ
વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી



Source link

Related Articles

Back to top button