गुजरात
ગાંધીનગર તાલુકાનું વલાદ ગામ ના સરપંચ ભ્રષ્ટચાર માં મોખરે ,ગામ ના સરપંચ દ્વારા ખનીજ ચોરી નું મસ મોટું કોભાંડ..
વલાદ ગામ માં ખનીજ ચોરી નું મસ મોટું કોભાંડ. કલેકટર દ્વારા તપાસ ના આદેશ કયારે આપવામાં આવશે જોવાનું રહ્યું
ગાંધીનગર
અનિલ મકવાણા
ગાંધીનગર તાલુકાનું વલાદ ગામ ના સરપંચ દ્વારા ખનીજ ચોરી કરી હોવાનું ગામ માં લોક મુખે ચર્ચા એ વેગ પકડ્યો છે.વલાદ ગામ મા જેસીબી તેમજ ટ્રેકટરો દ્વારા ગામ ના કોતરો કેનાલ માંથી માટી ની ચોરી કરી. સરકાર ની રોયલ્ટી ની ચોરી કરી સરકારની તિજોરી ને નુકસાન કરવાનું સરપંચ દ્વારા મસમોટું કૌભાંડ કરવામાં આવી રહ્યું છે.ખાણ ખનીજ વિભાગ તેમજ કલેકટર દ્વારા આ ખનીજ ચોરી ની તાપસ કરવામાં આવે તેવી ગામ માં લોક મુખે ચર્ચાએ વેગ પકડ્યો છે અને સરપંચ પર કાયદેરસર ની કાર્યવાહી કરી હોદ્ધા માંથી બરતરફ કરવામાં આવે અને સરકાર દ્વારા વલાદ ગ્રામ પંચાયત માં સરકારી વહીવટ દાર નિમાય તેવી ગ્રામજનો દ્વારા માંગ ઉઠવા પામી છે સરપંચ દ્વારા ગામને નુકસાન થાય તેવું કર્યું હોવાથી સરપંચ પદ પરથી રાજીનામું આપવું જોઈએ એવી ગ્રામજનો માં રોષ ફાટી નીકળ્યો છે