गुजरात

સુરત : 24 કલાકમાં વધુ 96 કેસ, આજે વરાછા આવ્યું Coronaની ઝપેટમાં, જાણો – ક્યા વિસ્તારમાં કેટલા કેસ?

સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 96દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે સુરતમાં 82 જયારે ગ્રામીણ વિસ્તારમાં 14 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 3191 પર પહોંચી છે, જયારે આજે 5 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 123 પર પહોંચ્યો છે, તેવામાં આજે 51 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

કોરોના વાઇરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 96દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 82 કેસ નોઁધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 2923 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 14 કેસ સાથે દર્દી સંખ્યા 268 પર પહોંચી છે.

કુલ દર્દી સંખ્યા 3191 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 3 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 123 થયો છે. જેમાંથી 4 મૃત્યુ જિલ્લાના છે અને 119 મોત શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 41જ્યારે જિલ્લામાં આજે 10 દર્દી રજા આપતા, કુલ 51 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 2146 થઈ છે. જેમાંથી જિલ્લાના 171 દર્દીઓ પણ કોરોના સામે જંગ જીતવામાં સફળ રહ્યાં છે.

ક્યા વિસ્તારમાં કેટલા કેસ?

આજે સેન્ટ્રલ ઝોન 12, વરાછા એ ઝોનમાં 6, વરાછા બીમાં 16, રાંદેર ઝોનમાં 15, કતારગામ ઝોનમાં 21, લીંબાયત ઝોનમાં 9, ઉધના ઝોનમાં 1 અને અથવા ઝોનમાં 2 કેસ નોંધાયા

Related Articles

Back to top button