गुजरात

ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રીએ કંબોઈ સ્થિત સ્તંભેશ્ર્વર મહાદેવના દશૅનનો લાભ લીધો.

Anil Makwana

જંબુસર

રીપોર્ટર – સાજીદ મુનસી, ફારુક સૈયદ

જંબુસર તાલુકાના દરિયાકિનારે આવેલ અને દક્ષિણના સોમનાથ એવા સ્તંભેશ્ર્વર મહાદેવ કંબોઈ ખાતે ગુજરાત રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મુલાકાત લઈ દશૅનનો લાભ લીધો હતો. અત્યારે ભારતીય સંસ્કૃતિમાં શ્રાવણ માસનુ અનેરૂ મહત્વ છે.અને સ્તંભેવર મહાદેવ ખાતે કુદરતી નયનરમ્યની સાથે સંસ્કૃત પાઠશાળામાં સંસ્કૃતનો અભ્યાસ કરતા પંડિતો સાથે મુલાકાત લઈ અને સંસ્કૃત ભાષાની સાથે બાળકો ગુજરાતી ખૂબ સારૂ લખાણ કરે છે એ લખાણ માતૃભાષામાં હોય જેથી મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ખૂબ પ્રભાવિત થયા હતા.આ સાથે માજી અન્ન નાગરિક પુરવઠા મંત્રી છત્રસિંહ મોરી સાહેબ, મામલતદાર જંબુસર પાંત અધિકારીએ સ્તંભેવર મહાદેવના દશૅન કરી શ્રી વિધાનંદજી મહારાજનાં આશીર્વાદ મેળવ્યાં હતા..

Related Articles

Back to top button