गुजरात

રાપર તાલુકા કોંગ્રેસ દ્વારા માખેલ નેશનલ હાઇવે ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો.

કેન્દ્ર સરકારના ખેડુત વિરોધી કાયદાના સખત વિરોધ અને ખેડુતો દ્વારા જાહેર કરેલ ભારતબંધ ના સમર્થન જોડાયા

રાપર

રિપોર્ટર – લક્ષ્મણસિંહ જાદવ

રાપર તાલુકા કોંગ્રેસ દ્વારા કરછ જિલ્લા કોંગ્રેસ ભચુભાઈ ધરમશીભાઈ આરેઠીયા તેમજ રાપર તાલુકા કોંગ્રેસ પ્રમુખ બહાદુરસિંહ ધર્મેન્દ્રસિંહ પરમાર તથા અન્ય કાર્યકરો દ્વારા કેન્દ્ર સરકારે પસાર કરેલ ખેડુતો વિરોધી એવા કાળા કાયદા ના વિરોધમાં તથા દેશભરના ખેડૂતોએ તા 08-12-2020 જાહેર કરેલ ભારત બંધ ના એલાન ના સમર્થન માં માખેલ નેશનલ હાઇ-વે પર રોડ ચક્કાજામ તેમજ સૂત્રોચાર કરી રાપર વિધાનસભા કોંગ્રેસ એ બહોળી સંખ્યા સાથે ઉગ્ર વિરોધ નોધાવ્યો હતો.

આ વિરોધ પ્રદર્શનમા ભરતભાઇ મઢવી, ભરત સોલંકી, દેવાભાઇ ડોડીયા, બાબા રામ રાજપૂત, બાબુભાઇ મારજ, નરેન્દ્રભાઈ દઈયા, રાણાભાઇ માદેવાભાઇ આહીર, પરબતભાઈ કરા, હનુભા વાઘેલા, રોહિતભાઈ રાજદે, રફીકભાઈ ખલીફા, ખીમાભાઇ સુજાભાઈ મકવાણા, ભીમાભાઇ સુજાભાઈ મકવાણા, ગેલાભાઈ રવાભાઇ મકવાણા, વેલાભાઈ રાયધનભાઈ મકવાણા, મનસુખભાઇ બાઉભાઈ મકવાણા, લાલાભાઇ ખીમાભાઇ મકવાણા, માદેવાભાઇ હરીભાઇ મકવાણા, રાણાભાઈ રવાભાઇ મકવાણા, રમેશભાઈ ભુરાભાઈ પટેલ, લખમણભાઈ અંબાવીભાઇ પટેલ, અંબાવીભાઇ રણછોડભાઈ પટેલ, મનજીભાઇ ગોકરભાઈ પટેલ, માંડણભાઈ ગોકરભાઈ, માવજીભાઇ ગોકરભાઈ, હરીભાઇ રાઘુભાઈ તથા વગેરે આગેવાનો જોડાયા હતા. અને વધુમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી કેન્દ્ર સરકાર ખેડૂત વિરોધી કાયદા પાછા નહીં ખેંચે ત્યાં સુધી ખેડૂતો સાથે રહીને સરકારનો વિરોધ ચાલુ રહેશે

 

Related Articles

Back to top button