સુરત : CA યુવતીના આપઘાતનો મામલો, પંછીલાને મજબૂર કરનારા 3 વ્યક્તિ વિરુદ્ધ ‘દુષ્પ્રેરણા’નો ગુનો નોંધાયો
સુરત : સુરતના સરથાણા વિસ્તારમાં રહેતી અને સીએ (CA) કંપનીમાં સીએએ તરીકે કામ કરતી યુવતીએ લોકડાઉન બાદ નોકરી છોડી મૂકી હતી. જોકે કંપની દ્વારા આ યુવતીને નોકરી પર પરત આવા સાથે કેસ કરવાની ધમકી આપવામાં આવતી હતી જેને લઈને આ યુવતીએ આપઘાત કરી લીધો હતો. જોકે આ મામલે પરિવાર દ્વારા ફરિયાદ કરવામાં આવતા આખતે યુવતી જે કંપનીમાં કમ કરતી હતી તેના માલિક અને તેના પાર્ટનરો સાથે પોલીસે આપઘાત ની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તેમની ધરપકડ ના કચરો ગતિમાન કર્યા છે.
બનાવની વિગત એવી છે કે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ નગરીની બાજુમાં આવેલી ધર્મરાજ સોસાયટીમાં રહેતી 26 વર્ષીય પંછીલાબેન ચતુર લુણાગરીયાએ મંગળવારના રોજ પોતાના ઘરમાં પંખા સાથે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જોકે ઘટનાને પગલે પરિવાર માં શોકની લાગણી છવાઈ જવા પામી હતી. પરિવાર ની દીકરી સીએ નો અભ્યાસ પૂર્ણ કરીને અગ્રવાલ એન્ડ ધાંધલીયા કંપનીમાં છેલ્લા દોઢ વર્ષીથી નોકરી કરતી હતી. જોકે લોકડાઉન બાદ આ યુવતીએ નોકરી છોડી મૂકીને અન્ય કંપનીની ઓફિસમાં નોકરી શરુ કરી હતી.