मनोरंजन

સંજય દત્તે સરકે ચુનર તેરી ગીતના વિવાદમાં માફી માંગી | Sanjay Dutt apologizes for ‘Sarke Chunariya Teri’ song controversy



– રાષ્ટ્રીય મહિલા પંચ સમક્ષ હાજર થયો

– 50 આદિવાસી બાળકોનાં શિક્ષણનો ખર્ચ ઉપાડવાની બાંહેધરી પણ આપી 

મુંબઈ : સંજય દત્ત અને નોરા ફતેહીનાં ગીત ‘સરકે ચુનર’ના અશ્લીલ શબ્દો અંગે થયેલા વિવાદમાં સંજય દત્તે રાષ્ટ્રીય મહિલા પંચ સમક્ષ હાજર થઈ માફી માગી છે.  સંજય દત્તે  એક સુધારાત્મક  પગલાં તરીકે ૫૦ આદિવાસી બાળકોનાં શિક્ષણનો ખર્ચ ઉપાડવાની બાંહેધરી પણ આપી હતી. 

સાથેસાથે તેણે ખાતરી આપી હતી કે ભવિષ્યમાં કદી તે મહિલાઓ અને બાળકોના સમ્માનજનક ચિત્રણ માટે ધ્યાન રાખશે. તેણે મહિલા પંચને લેખિતમાં માફી આપતાં કહ્યું હતું કે જો મારાં પરફોર્મન્સથી સમાજના કોઈ વર્ગની લાગણી દૂભાઈ હોય તો પોતે તેના માટે દિલગીર છે.  તેણે એ પણ સ્વીકાર્યું હતું કે કોઈપણ રચનાત્મક સર્જનમાં મહિલાઓનું અપમાન કરી શકાય નહીં. 

 પંચે સંજય દત્તને ઠપકો આપતાં  કહ્યું હતું કે તેણે પોતાનાં કામદરમિયાન સંવેદનશીલતા અને સામાજિક મર્યાદાઓનું ધ્યાન રાખવું જોઇએ.



Source link

Related Articles

Back to top button