વીજ વાયરમાં અટવાયેલા પતંગને કાઢવા જતા ઇલેક્ટ્રીક કરંટથી 14 વર્ષીય કિશોરનું મોત | 14 year old boy dies of electrocution while trying to remove kite stuck in power line

![]()
– શહેરના ઘોઘારોડ ખોડિયારનગરમાં બનાવ બન્યો
– મૃતક કિશોરના કાકાની બે પુત્રીને પણ વીજ આંચકો લાગતા હોસ્પિટલમાં ખસેડાઇ
ભાવનગર : ભાવનગર શહેરના ધોધારોડ વિસ્તારમાં આવેલ ખોડીયારનગર યુવાનની બે નાનકડી પુત્રી અને મોટાભાઈની પુત્ર અગાશીમાં પતંગની મજા માણવા માટે અગાશીમાં ચડયા હતા.અને ક્યાંકથી પતંગ કપાઈને આવી રહ્યો હતો.તે દરમિયાન અગાશી પાસે આવેલ વીજ વાયર સાથે પતંગ અટવાઈ જતા નાનકડા એવા કિશોર લોખંડના સળિયા વડે પતંગ કાઢવા જતા અગાશીમાં રહેલી બે બેન સહિત ત્રણેયને વીજ કરંટ લાગ્યો હતો.ત્રણેયને તત્કાળ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ૧૪ વર્ષીય કિશોરનું મોત નિપજ્યું હતું
આ કરુણાંતિકાની જાણવા મળતી વિગત મુજબ મકર સંક્રાંતિ ને જુજ દિવસ બાકી હોય બાળકોથી લઈ યુવાનો વૃદ્ધિમાં પતંગ ચડાવવાની તૈયારીઓમાં પડી જતા હોય છે.અને પતંગ ચઢાવવામાં પણ મસ્ત બની જતા હોય છે.અને આ મજા માણતા લોકોમાં અકસ્માત પણ સર્જાયા છે. તેવામાં શહેરના ૧૪ નાળા પચાસ વરિયા પાસે આવેલ મફતનગર ખાતે રહેતા અને હીરા ઘસવાનું કામ કરતા ગોકુળભાઈ મકવાણાની ૧૪ વર્ષનો પુત્ર નિકુંજ ગોકુળભાઈ મકવાણા શહેરના ઘોઘારોડ ખોડિયારનગર ખાતે રહેતા કાકા વિજયભાઈ મકવાણાને ત્યાં પતંગની મજા માણવા માટે ગયો હતો.અને નિકુંજ ગોકુળભાઈ મકવાણા અને બેન સેજલ વિજયભાઈ મકવાણા ( ઉ.વ ૧૧ ) અને દૃષ્ટિ વિજયભાઈ મકવાણા ( ઉ.વ ૭ ) અગાશીમાં ચડયા હતા.દરમિયાનમાં પતંગ કપાઈને આવ્યો હતો.અને અગાશી પાસે આવેલ વીજ વાયરમાં અટવાઈ જતા નિકુંજે અગાશીમાં પાડેલા લોખંડના સળિયા વડે પતંગ લેવા જતા નિકુંજને વીજ કરંટ લાગ્યો હતો.અને બન્ને બહેન પણ નિકુંજને અડકી જતા ભાઈ બહેન ત્રણેયને ઇલેક્ટ્રિક કરંટ લાગ્યો હતો.ભાઈ બહેન ત્રણેયને ભાવનગરની હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં નિકુંજનું મોત નિપજ્યું હતું.અને બન્ને બહેનને હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવી છે.આ ઘટનાની જાણ થતાની સાથેજ ઘોઘારોડ પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલે દોડી આવ્યો હતો.અને મૃત દેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



