गुजरात

કચ્છમાં સરકારી હાઈસ્કૂલોમાં મહેકમની ઘટ વચ્ચે બીએલઓની કામગીરી સોંપાતા બોર્ડના પરિણામ પર પડતી માઠી અસર.

નખત્રાણા કચ્છ

રિપોર્ટર કમલેશ નાકરાણી

કચ્છના મતદાન મથકો પર સરકારી હાઈસ્કૂલના શિક્ષકોને બીએલઓની કામગીરી સોંપવામાં આવેલી છે. સરકારશ્રીની જોગવાઈ મુજબ અન્ય કેડરના કર્મીઓને ફરજમાં સાથે રાખવા જોઈએ. નખત્રાણા તાલુકામાં મોટાભાગના મથકોએ આ કામગીરી માત્ર શિક્ષકોને જ સોપી તંત્ર ઓરમાયું વર્તન રાખી રહ્યું છે તેવી રજૂઆત રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ દ્વારા મામલતદારશ્રી કરાઈ હતી..

આ રજૂઆતના જણાવ્યા અનુસાર કચ્છ જિલ્લામાં રાજ્ય સરકાર હસ્તકની સરકારી હાઈસ્કૂલો જેમાં ધોરણ 9 થી 12માં મંજુર મહેકમને ધ્યાને રાખીને બીએલઓના આદેશ કરવા જણાવવામાં આવે છે. કચ્છ જિલ્લામાં સરકારી હાઈસ્કૂલોમાં જ્યાં મોટા પાયે મહેકમની ઘટ છે ત્યારે 50% થી પણ ઓછો સ્ટાફ હાજર છે ત્યાં તંત્ર દ્વારા બીએલઓના આદેશ થયેલ છે જેના પરિણામે વિદ્યાર્થીઓની કારકિર્દીના સૌથી મહત્વના વર્ષો એટલે કે ધોરણ 10 અને 12ના પરિણામ પર ગંભીર અસર પડી રહી છે. સરકારી હાઈસ્કૂલોમાં ઓનલાઈન ડેટા એન્ટ્રીઓ, એકમ કસોટીઓ, શિક્ષકોને થતા કામગીરી ફેરફારના આદેશોના લીધે શિક્ષકો ઉપર સતત કામનું ભારણ રહેતું હોવાથી બાળકોના શિક્ષણ પર માઠી અસર થતી હોવાનું જણાય છે. અંતરિયાળ વિસ્તારની શાળાઓ જ્યારે માત્ર એક-બે શિક્ષકો, બિન શૈક્ષણિક સ્ટાફનો અભાવ વચ્ચે આવા આદેશો થતા તંત્ર આ બાબતે વિચારે તેવું રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનાં અધ્યક્ષ શ્રી નયનભાઈ વાંઝા, મહામંત્રીશ્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, મંત્રીશ્રી શ્રીકાંતદાન ગઢવી, શ્રી વિરેનસિંહ ધલ, કારોબારી સભ્યશ્રી કુલદીપભાઈ આચાર્ય સાથે સરકારી હાઈસ્કૂલના અન્ય શિક્ષકોએ નખત્રાણાના મામલતદારશ્રી તથા પ્રાંત અધિકારીશ્રી ને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી..

Related Articles

Back to top button