गुजरात

બોટાદ : શ્રી સર્વોદય વિદ્યાલય, ઝમરાળા ની કલા ઉત્સવ માં સિધ્ધિ

બોટાદ

તારીખ 25/7/23 નાં રોજ શ્રી ઍ. કે. સલિયા વિદ્યાલય, લાખેણી ખાતે G20 થીમ આધારિત QDC કક્ષા નાં કલા ઉત્સવની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ.

જેમાં શ્રી સર્વોદય વિદ્યાલય, ઝમરાળાની વિદ્યાર્થીની ડોડીયા સાધનાબેન વિક્રમભાઈ માધ્યમિક વિભાગ માં ચિત્ર સ્પર્ધામાં પ્રથમ આવેલ તેમજ શાળાની વિદ્યાર્થીની બોરાણીયા અસ્મિતાબેન કિરીટભાઈ માધ્યમિક વિભાગ માં ગાયન સ્પર્ધામાં તૃતીય તેમજ શાળા ની વિદ્યાર્થીની અબાણીયા જિગીષાબેન ઘનશ્યામભાઈ માધ્યમિક વિભાગ માં બાળકવિ સ્પર્ધામાં તૃતીય આવી શાળા નું ગૌરવ વધારેલ. આ સ્પર્ધકો ને માર્ગદર્શન શાળા શિક્ષક શ્રી રાજેશભાઈ એસ. રામાવત દ્વારા આપવામાં આવેલ તેમજ વિજેતા સ્પર્ધકો ને શાળા નાં આચાર્યશ્રી મહેશભાઈ જે. રાવલ, શિક્ષક શ્રી દિલીપભાઈ પી. પટેલ, શિક્ષક શ્રી ઉમેશભાઈ બી. લકાણી તેમજ ક્લાર્ક શ્રી ધર્મેન્દ્રભાઈ એન. જોષી ઍ અભિનંદન પાઠવેલ.

Related Articles

Back to top button