गुजरात

સુરત ખાતે પ્રદેશ પ્રમુખ અને શિક્ષણમંત્રીની ઉપસ્થિતિમાં ભાજપનો ખેસ ધારણ કરતા આપના કોર્પોરેટરો

જીએનએ સુરત

ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાની અને માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટી ભારત અને ગુજરાત રાજ્યમાં પ્રજા કલ્યાણ માટે ડબલ એન્જીન રૂપે કાર્યરત છે. ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ થી લઈ નાનામાં નાનો કાર્યકર્તા પણ પાર્ટીની કામ પ્રત્યે જાગૃતતા, પૂર્ણતા, વિશ્વનિયતા સાથે સાથે સૌના સાથ સૌના વિકાસના સૂત્ર સાથે લોકો સાથે સંકળાયેલા રહી વિકાસના પથ પર ભારત અને ગુજરાત રાજ્યના વિકાસ માટે સતત અગ્રેસર બની આગળ વધી રહી છે. રાષ્ટ્ર, રાજ્ય અને સમાજના ઉપયોગી વિકાસમાં સર્વે કોઈ ભારતીય જનતા પાર્ટીના આંગણે આવકાર્ય છે.

સુરત ખાતે ગુજરાત રાજ્યના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની આગેવાની હેઠળ આમ આદમી પાર્ટીના 10 જેટલા કોર્પોરેટરો વિધિવત રીતે ભાજપનો ખેસ ધારણ કરી પાર્ટીમાં જોડાયા હતા. આ પ્રસંગે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા દ્વારા તેમને પાર્ટીમાં જોડાયા બદલ આવકારવામાં આવ્યા હતા. ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલજીના કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીનાં 10 કોર્પોરેટ દ્વારા શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી જે દરમ્યાન શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.

Related Articles

Back to top button