गुजरात

પરંપરાની પ્રતિષ્ઠા કાર્યક્રમમાં માં ઉમિયાના આશિર્વાદ લઈ સમાજ પ્રત્યેની પોતાની ધાર્મિક પરંપરાને સાર્થક કરતા રાજ્યના શિક્ષણમંત્રી

જીએનએ એજન્સી

શ્રી ઉમિયાધામ-લીલીયા મોટા ખાતે સામાજિક, વૈચારીક તેમજ આધ્યાત્મિક ક્રાંતિના ત્રિવેણી સંગમ એવા “25 મો રજતજયંતિ મહોત્સવ”નું આયોજન કરવામાં આવેલ છે એ કાર્યક્રમ ના દ્વિતીય દિવસે ‘પરંપરાની પ્રતિષ્ઠા’ કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે લોકોને સંબોધન સાથે માં ઉમિયાના દર્શન કરી આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી.

શિક્ષણમંત્રી પ્રફુલભાઈએ જણાવ્યું હતું કે માં ઉમિયાની અતુલ્ય અને અવિરત ઉર્જાનું આ રજત વર્ષ નિમિત્તે આપણે સૌ સાથે મળી માં ઉમિયા પ્રત્યે આસ્થા, શ્રઘ્ધા, ભકિતભાવથી જોડાઇ ભાવનાત્મક એકતા સાથે તન, મન અને ધનથી આ મહોત્સવને સફળ બનાવીએ.

આ પ્રસંગે ઇફકોના ચેરમેન માન. દિલીપભાઈ સંઘાણી, ઉમિયાધામ લીલીયા પ્રમુખ બાબુભાઈ ધામત, ઉમિયાધામ પ્રમુખ જેરામભાઈ વાસજાલિયા, રજતજયંતિ મહોત્સવના ચેરમેન વજુભાઈ ગોલ, સામાજિક અગ્રણી મગનભાઈ વિરાણી તેમજ સામાજિક આગેવાનશ્રીઓ, રાજકીય હોદ્દેદારશ્રીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Back to top button