गुजरात

બનાસકાંઠા જિલ્લાના મનરેગાના 350 કર્મીઓ વેતન મુદ્દે હડતાળ પર

ગુજરાત રાજ્ય મનરેગા કર્મચારી સંગઠનના નેજા હેઠળ બનાસકાંઠા જિલ્લાના ૩૫૦થી વધુ મનરેગા કર્મીઓ આજે પોતાના વેતન વધારા માટે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી હડતાલ ઉપર ઉતર્યા છે.મનરેગા કર્મચારીઓના દર વર્ષે ૧૫ ટકા પગાર વધારો કરવાનો ઠરાવ હોઈ પગાર વધારો ફક્ત એક જ વખત ૧૦% આપ્યો છે. ૨૦૦૮ થી નોકરી કરતા કર્મચારીઓ આ કારમી મોંઘવારીમાં આર્થિક સંકડામણ સાથે પોતાની ફરજ બજાવી રહ્યા છે.બનાસકાંઠા જિલ્લામાં રોજના ૧૦૦૦૦૦ કરતા વધુ શ્રમિકોને રોજગારીનું આયોજન કરતા અંદાજે ૩૫૦ કરતાં વધુ કર્મચારીઓ આજે પોતાની રોજગારી મેળવવા તેમજ પોતાના પરિવારનું ભરણપોષણ કરવા માટે સરકાર સમક્ષ વારંવાર રજુઆત કરી રહ્યા છે.

 

Related Articles

Back to top button