गुजरात

ઉકાઇ ડેમમાં આ સીઝનમાં સૌથી વધુ 98,૦૦૦ ક્યુસેક પાણી ઠલવાતા સતાધીશો સાવધાન

ઉપરવાસમાં સતત વરસાદ ઝીંકવાની સાથે જ ડેમના દરવાજા ખુલ્લા કરીને પાણી છોડાઈ રહ્યું હોવાથી વરસાદ ડેમ, વિયરનું પાણી ભેગું થઈને આજે બપોરે ઉકાઇ ડેમમાં આ સીઝનમાં સૌથી વધુ 98,૦૦૦ ક્યુસેક પાણી ઠલવાતા સતાધીશો સાવધાન સ્થિતિમાં આવી ગયા છે.ઉકાઈ ડેમમાં ઉપરવાસમાં વિતેલા 24 કલાકમાં મુશળધાર વરસાદ ઝીંકાયો હતો.જેમાં ચાંદપુરમાં 6.6 ઇંચ, ચિખલધરા, ગીરના, રૂમકી તળાવમાં ૪ ઇંચ સહિત તમામ 51 રેઇન ગેજ સ્ટેશનોમાં વરસાદી પાણી પડતા કુલ વરસાદ 1278 મીમી અને સરેરાશ 1.૦૦ ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદ ના કારણે ઉપરવાસના હથનુર ડેમના 12 દરવાજા ખોલીને 15,૦૦૦ ક્યુસેક પાણી છોડ્યું હતું. આ પાણી અને વરસાદનું પાણી તેમજ ઉકાઇ ડેમ નજીક ના પ્રકાશા વિયરમાંથી 29,૦૦૦ ક્યુસેક પાણી છોડાતા આ તમામ પાણી ભેગુ થઈને આજે બપોરે ૧૨ વાગ્યે ઉકાઇ ડેમમાં ૯૮ હજાર ક્યુસેક પાણી નો આવરો આવતા ડેમના સતાધીશો સાવધાન સ્થિતિમાં આવી ગયા છે.

Related Articles

Back to top button