गुजरात

ગીતા મંદિર પાસે લાઠી બજારના વેપારી પર લૂંટના ઈરાદે હુમલો, નોંધાઈ ફરિયાદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કૌટુંબિક ભત્રીજા કૌશિકભાઈ પર ગત શુક્રવારે સાંજે ગીતામંદિર પાસેના મ્યુનિસપિલ કોર્પોરેશનના સેન્ટ્રલ વર્કશોપ પાસે હુમલો થયો હતો. કૌશિકભાઈ એક્ટિવા પર પસાર થતા હતા તે સમયે આરોપીએ તેઓને માથામાં લાકડાના દંડાના ફટકા મારી નીચે પાડી દીધા હતા. આરોપીએ એક્ટિવા લઈ જવા પ્રયાસ કરતા કૌશિકભાઈએ બુમાબુમ કરતા આરોપી છરી બતાવી ફરાર થઇ ગયો હતો. બનાવ અંગે ગાયકવાડ હવેલી પોલીસે સોમવારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. મેમનગરમાં ગોપાલ ફ્લેટમાં રહેતા 50 વર્ષીય કૌશિકભાઈ પ્રહલાદભાઈ મોદી ગીતામંદિર રોડ મુન્શીનો વંડો પાસે લાટી બજારમાં શાયોનાના નામે કારખાનું ધરાવી લાકડાનો વેપાર કરે છે. ગત શુક્રવારે સાંજે કૌશિકભાઈ માણેકચોક જવા એક્ટિવા પર નીકળ્યા હતા. તે સમયે મુન્શીના વંડા પાસે એએમસી સેન્ટ્રલ વર્કશોપ પાસે એક શખ્સે માથામાં લાકડાના દંડાના ફટકા મારી તેઓને રોડ પર પાડી દીધા હતા. આરોપી કૌશિકભાઈનું એક્ટિવા લઈ જવાનો પ્રયાસ કરતો હતો. દરમિયાન કૌશિકભાઈએ બુમાબુમ કરતા સ્થાનિક લોકો આવી જતા આરોપી છરી બતાવી ભાગ્યો હતો.

Related Articles

Back to top button