गुजरात

અંતે લોકરક્ષક દળની પરીક્ષાનું ફાઇનલ વેઇટીંગ લીસ્ટ જાહેર કરવામાં આવ્યું

ગુજરાતના ગૃહવિભાગ દ્વારા પોલીસ વિભાગમાં લોકરક્ષક દળ અને પીએસઆઇની ભરતી જાહેર કરવામાં આવી હતી. જેમાં ફાઇલન પરીક્ષા પૂર્ણ થતા લાંબા સમય બાદ અંતે લોકરક્ષક દળની ફાઇલન પ્રતિક્ષા યાદી જાહેર કરવાની સાથે પીએસઆઇની પરીક્ષાના માર્કસ પણ વેબસાઇટ પર મુકવામાં આવ્યા છે. જેમાં આગામી ૧૫ દિવસમાં ઉમેદવારો વાંધા અરજી કરી શકશે. પોલીસ તાલીમના ડીજીપી અને પીએસઆઇ ભરર્તી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયે આજે પીએસઆઇની પરીક્ષાના ગુજરાતી, અંગ્રેજી, સામાન્ય જ્ઞાાન અને કાયદાના પેપરની ફાઇનલ આન્સર કી પીએસઆઇ ભરતી બોર્ડની વેબસાઇટ પર જાહેર કરી છે.જેમાં ઉમેદવારો પરીક્ષાના પરિણામો જોઇ શકશે. જેમા કોઇ ઉમેદવારને વાંધો હોય તો ૧૫ દિવસમાં ગુણ ચકાસણી માટે અરજી કરી શકશે. આ માટેની વિગતો પીએસઆઇ ભરતી બોર્ડની વેબસાઇટ પર આપવામાં આવી છે. આ ઉપરાંત, હાલ ભરતી બોર્ડની એક ટીમ દ્વારા હજુ પણ પરીક્ષાના તમામ વર્ગ ખંડના સીસીટીવી તપાસવામાં આવી રહ્યા છે. જેમાં કોઇ ઉમેદવારો શંકાસ્પદ જણાય આવશે તો તેમની ઉમેદવારી પણ રદ કરવામાં આવશે. આ ઉપરાંત, લોકરક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે પણ ટ્વીટ કરીને એલઆરડીની પરીક્ષાની ફાઇનલ વેઇટીંગ યાદી જાહેર કરી છે. આ ઉપરાંત પૂર્વ સૈનિકોને ૨૦ ટકા છુટ આપ્યા બાદની વિવિધ કેટેગરીના કટઓફ માર્કસ પણ વેબસાઇટ પર મુકવામાં આવ્યા છે.

Related Articles

Back to top button