गुजरात

વરમોર ગામના સરપંચને લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ રૂપિયા ૫૪ હજારની લાંચ લેતા ઝડપી પાડ્યો

ગ્રામ પંચાયતમાં થતા સરકારી કામોના કોન્ટ્રાક્ટરને બિલ પાસ કરાવવા માટે સરપંચ કે ગ્રામ પંચાયતના સદસ્યોને બિલની રકમના ચોક્કસ ટકા કમિશન માંગવામાં આવે છે. ત્યારે અમદાવાદ જિલ્લાના માંડલના વરમોર ગામના સરપંચને લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ રૂપિયા ૫૪ હજારની લાંચ લેતા ઝડપી લીધા હતા. સરપંચે બિલ પાસ કરવાના બદલામાં આ રકમની માંગણી કરી હતી. અમદાવાદમાં રહેતા એક કોન્ટ્રાક્ટરે માંડલ તાલુકાના વરમોર ગ્રામ પંચાયતના વિકાસના કામો માટે ટેન્ડર ભર્યુ હતું. જેના આધારે કામગીરી પૂર્ણ થયા બાદ તેમણે આશરે ૧૦ લાખ જેટલી રકમના બિલ પાસ કરાવવા માટે ગ્રામપંચાયતમાં ફાઇલ મુકી હતી. પરંતુ, ગામના સરપંચ મોહનભાઇ પરમાર આ બિલને પાસ કરવાનું ટાળતા હતા અને બિલ પાસ કરાવવાના બદલામાં નાણાંની માંગણી કરતા હતા. જેથી કુલ બિલના ચોક્કસ ટકાવારીને આધારે અંતે ૫૪ હજારની રકમ આપવાનું નક્કી કરાયું હતું. આ અંગે કોન્ટ્રાક્ટરે એસીબીમાં ફરિયાદ કરતા છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં ગુરૂવારે રાતના સમયે સરપંચના ઘરે ટ્રેપ ગોઠવીને સરપંચ મોહનભાઇ પરમારને રૂપિયા ૫૪ હજારની લાંચ લેતા ઝડપી લીધા હતા. આ અંગે એસીબીએ વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Back to top button