गुजरात

જામનગરમાં આપદા મિત્રની ટીમ દ્વારા હોમગાર્ડના જવાનોને તાલીમ આપવામાં આવી

જામનગરના ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા એનડીઆરએફની ટીમ ને સાથે રાખીને પુર રાહત સમયે તેમજ કુદરતી આપત્તિ સમયે કઈ રીતે જાનમાલની સુરક્ષા કરી શકાય, તેની તાલીમ આપવા માટેના શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે રવિવારે સવારે જામનગરના તન્ના હોલમાં હોમગાર્ડના જવાનો સાથેનો નિદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જામનગર જિલ્લા હોમગાર્ડના 350 જેટલા જવાનો જોડાયા હતા, અને તેઓને એનડીઆરએફની ટીમ દ્વારા લાઈવ ડેમોસ્ટ્રેશન કરીને વિશેષ તાલીમ આપવામાં આવી હતી.જામનગરના જિલ્લા કલેકટર ડૉ. સૌરભ પારધી, તેમજ અધિક કલેકટર મિતેશકુમાર પંડ્યા ના માર્ગદર્શન હેઠળ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટના ડી.પી.ઓ. માનસી સિંગ, જામનગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ ના મામલતદાર દક્ષાબેન વગેરે ના માર્ગદર્શન હેઠળ એનડીઆરએફની ટીમ સાથે નો નિદર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.આ તાલીમ સમયે હોમગાર્ડના કમાંડિંગ ઓફિસર એસ.જે. ભીંડી,ઉપરાંત હોમગાર્ડના ગિરીશ સરવૈયા, એન.ડી.આર.એફ. ના ઇન્સ્પેકટર રાજેશ મહિલાવત, સબ ઇન્સ્પેકટર વૈદપ્રકાશ યાદવ, રાજદીપસિંહ વાળા, વગેરે ઉપસ્થિત રહ્યા હતા, અને કુદરતી આપત્તિ સમયે જાનમાલનું રક્ષણ કરવા તેમજ લોકોને બચાવી લઈ સમયસર સુરક્ષિત સ્થળે અથવા હોસ્પિટલ સુધી પહોંચાડવા વગેરેનું લાઈવ ડેમોસ્ટ્રેશન કરાયું હતું, અને હોમગાર્ડના જવાનોને તાલીમબદ્ધ કર્યા હતા.

Related Articles

Back to top button