गुजरात

ધારાસભ્ય યોગેશ પટેલ આરોગ્યમંત્રી સાથે મુલાકાત કરી સ્વાઈન ફ્લૂ ટેસ્ટિંગના ભાવ ઘટાડવા મુદ્દે રજૂઆત કરશે

વડોદરા શહેરમાં કોરોના અને સ્વાઈન ફ્લૂના દર્દીઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ત્યારે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ આરોગ્યમંત્રી સાથે મુલાકાત યોજી સ્વાઈન ફ્લૂ ટેસ્ટિંગ ના ભાવ ઘટાડવા મુદ્દે રજૂઆત કરશે વડોદરામાં કોરોના બાદ હવે સ્વાઈન ફ્લૂના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે જેમાં સ્વાઈન ફ્લૂના 100 જેટલા કેસ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે તો બીજી તરફ સ્વાઇન ફ્લુ ટેસ્ટિંગ માટે 4500 રૂપિયા જેટલી તગડી રકમ હોવાના પગલે દર્દીઓ મુશ્કેલીમાં મુકાય છે ત્યારે માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલે આ અંગે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ગુજરાત પ્રમુખ ડોક્ટર મિતેશ શાહ, વડોદરા કોર્પોરેશન આરોગ્ય અમલદાર ડોક્ટર દેવેશ પટેલ અને ડોક્ટર શીતલ મિસ્ત્રી સાથે સ્વાઈન ફ્લૂ ટેસ્ટિંગની રકમમાં ઘટાડો કરવા જણાવ્યું છે. સાથે મંગળવારે તેઓ આરોગ્ય મંત્રીને મળી આ બાબતે રજૂઆત કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના કાળમાં પણ ટેસ્ટિંગના ભાવમાં ઘટાડો કરાયો હતો. ધારાસભ્ય અને ડોક્ટર કોર્પોરેટર વચ્ચે વાતચીત થયા બાદ ડોક્ટર કોર્પોરેટરે ફતેગંજ વિસ્તારની એક લેબોરેટરીના સંચાલક સાથે વાતચીત કરી સ્વાઈન ફ્લૂ આર ટી પી સી આર ના ભાવમાં ઘટાડો કરવાની તૈયારી બતાવી હતી.

Related Articles

Back to top button