गुजरात

મુખ્યમંત્રી પટેલે જામનગરમાં ઉભા કરાયેલ સૌરાષ્ટ્રના સૌ પ્રથમ લમ્પી વાયરસ સેન્ટરની મુલાકાત લીધી

ગુજરાતના મુખ્યમંત્રી પટેલે આજે જામનગર જિલ્લામાં લમ્પી વાયરસની સ્થિતિનું નિરીક્ષણ કરવા અર્થે શહેરની મુલાકાતે છે ત્યારે જામનગર મહાનગપાલિકા દ્વારા શહેરના ગોલ્ડન સીટી પાછળ, સોનલનગર ખાતે લમ્પી “વાયરસ સારવાર કેન્દ્ર” ઊભું કરવામાં આવ્યું છે જેની મુખ્યમંત્રીએ મુલાકાત લઈ પશુઓની સારવાર માટે ઊભા કરવામાં આવેલી તમામ પ્રકારની સુવિધાઓનું નિરીક્ષણ કરી લગત અધિકારીઓ તેમજ પશુપાલન વિભાગને જરૂરી સૂચનો કરી પશુઓની યોગ્ય રીતે કાળજી લેવા જણાવ્યું હતું. મુખ્યમંત્રી પટેલે જે લમ્પી વાયરસ સારવાર કેન્દ્રની મુલાકાત લીધી છે તે સેન્ટર જામનગર મહાનરપાલિકા દ્વારા રૂ.૩૦ લાખના ખર્ચે ૫૦ હજાર ચોરસફૂટની જગ્યામાં ઊભું કરવામાં આવ્યું છે. આ સેન્ટરમાં શહેરના લમ્પી વાયરસ અસરગ્રસ્ત પશુઓની સારવાર કરવામાં આવશે તેમજ વેક્સીનેશન અને પશુ એમ્બ્યુલન્સની સૂવિધા પણ ઊભી કરવામાં આવી છે. જ્યાં સુધી અસરગ્રસ્ત પશુ તંદુરસ્ત ન થાય ત્યાં સુધી તેના રહેઠાણ અને ખોરાકની વ્યવસ્થા અંગેની પણ આ સેન્ટર પર કાળજી લેવામાં આવશે. જે સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ તૈયાર કરાયું છે.જામનગર જિલ્લામાં નોંધાયેલા ૧,૩૮,૧૭૬ પશુધન પૈકી અત્યાર સુધી ૧,૧૦,૪૫૬ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. તેમજ અસરગ્રસ્ત તમામ ૫,૪૦૫ પશુઓને પશુપાલન વિભાગ દ્વારા સારવાર આપવામાં આવી છે.

Related Articles

Back to top button