गुजरात

જૂનાગઢ જિલ્લામાં ડ્રોનથી પાકમાં દવા છંટકાવનો પ્રારંભ, સરકાર સહાય પણ આપશે

જૂનાગઢ જિલ્લામાં ખેતરોમાં વિવિધ પાકોમાં દવાઓના છંટકાવ માટે ડ્રોનનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યાં છે. જે શોષક પ્રકારની દવાઓમાં છંટકાવમાં અસરકારક સાબિત થશે. ખેડૂતોને એક એકર જમીનમાં ૧૦૦ રૂા.માં દવાનો ડ્રોન દ્વારા છંટકાવ થઈ શકશે. આ દવા છંટકાવ માટે સરકાર દ્વારા ખેડૂતોને સહાય પણ અપાશે. ખેડૂતો આધુનિક ટેકનોલોજી અપનાવતા થાય તે માટે ડ્રોન દ્વારા દવા છંટકાવની યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ખેડૂતોએ એક એકરમાં દવાઓનો છંટકાવ કરવા માટે રૂા 100 જ ખર્ચવા પડશે.
જેમાં એક એકર દીઠ રાજ્ય સરકાર રૂા. 500ની સહાય આપશે. જેના માટે ખેડૂતોએ આઈ-ખેડૂત પોર્ટલ પર તા.૨૮ ઓગસ્ટ સુધીમાં રજીસ્ટ્રેશ કરવાનુ રહશે.આ અંગે જિલ્લા ખેતિવાડી અધિકારી કે જણાવ્યું હતું કે, ડ્રોન દ્વારા પાકમાં દવાઓનો છંટકાવ શોષક પ્રકારની દવાઓમાં ખૂબ અસરકારક સાબિત થશે. આવનાર સમયમાં ડ્રોનના માધ્યમથી દવાઓનો છંટકાવ વધુ પ્રચલિત બનશે. કારણ કે, દવા છંટકાવના કામમાં ખેડૂતોએ મહેનત કરવી પડે છે. બીજી તરફ ખેત મજૂર મળવા પણ મુશ્કેલ બની રહ્યા છે. ત્યારે ડ્રોન દવા છંટકાવની આ પદ્ધતિ ખેડૂતોને ઉપયોગી બનશે.

Related Articles

Back to top button