गुजरात

એર ચીફ માર્સલે RRU અને NFSUની મુલાકાત લીધી:થયા મહત્વના MOU

ચીફ ઓફ એર સ્ટાફ અને એક ચીફ માર્સલ બુધવારે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. જેમાં તેમણે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીની મુલાકાત લઇને એર ફોર્સને રાષ્ટ્રીય સુરક્ષા અને ફોરેન્સીક સાયન્સની ટેકનોલોજીથી વધુ સજ્જ કરવા અંગે અનેક પાસાઓ સંદર્ભમાં ચર્ચા કરી હતી. એર ચીફ માર્સલ વી આર ચૌધરી બુધવારે ગુજરાતની વિેશેષ મુલાકાતે આવ્યા હતા. જેમાં તેમણે ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી તેમજ નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી.
જેમાં એનએફએસયુની મુલાકાતમાં તેમણે સંરક્ષણ દળોને ધ્યાનમાં રાખીને શૈક્ષણિક, સંશોધન, ફોરેન્સીક ક્ષેત્રની તાલીમ સહિતની અનેક બાબતો અને ચર્ચા કરીને આગામી સમયમાં એર ફોર્સને આધુનિક ફોરેન્સીક ટેકનોલોજી સાથે જોડવા અંગે શક્યતા વ્યક્ત કરી હતી. સાથે સાથે તેમણે ડીફેન્સ સ્ટડી સેન્ટર,બેલિસ્ટીક રીસર્ચ અને ટેસ્ટીંગ સેન્ટર, સાયકોલોજી લેબની મુલાકાત લીધી હતી. જ્યારે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની મુલાકાત દરમિયાન તેમણે ઇન્ડિયન એર ફોર્સ અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી વચ્ચે એકેડેમીક અને રીસર્ચ અંગે એમઓયુ કરવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સુરક્ષાના બદલાઇ રહેલા પરિમાણોને લઇને આગામી સમયમાં આર્મ ફોર્સ અને મિલીટરીના અધિકારીઓ માટે તાલીમ અને શિક્ષણમાં બદલાવ જરૂરી છે. જે સંદર્ભમાં રક્ષા યુનિવર્સિટી સાથેનું જોડાણ મહત્વનું સાબિત થશે.

Related Articles

Back to top button