गुजरात

કોંગ્રેસે ગુજરાતના ખેડૂતો માટે સત્તામાં આવશે તો દેવા માફી સહિત અનેક વચનો આપ્યા, જાણો

વર્ષના અંતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે જેને પગલે તમામ રાજકીય પાર્ટીઓએ પોતપોતાની રીતે રણનીતિઓ ઘડવાનું શરૂ કરી દીધું છે. રાજ્યમાં ભાજપ ઘણાં લાંબા સમયથી સત્તામાં છે જ્યારે કોંગ્રેસ છેલ્લા 2 દશકા કરતાં પણ વધારે સમયથી મુખ્ય વિપક્ષી પાર્ટીની ભૂમિકા ભજવી રહી છે. કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા વચનો પ્રમાણે જો ગુજરાતમાં સત્તા મળશે તો ખેડૂતોની 3 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવશે. ઉપરાંત 10 કલાક માટે ફ્રી વીજળી, લમ્પી સહિતની કુદરતી મહામારી માટે વળતર યોજના, પહેલી કેબિનેટ બેઠકમાં વર્તમાન જમીન માપણી રદ કરવી, તમામ ખેતપેદાશોની ટેકાના ભાવે ખરીદી,
દૂધ ઉત્પાદકોને પ્રતિ લીટર 5 રૂપિયા સબસિડી, ખેતીવિષયક વસ્તુઓ પરનો GST રદ કરવા કેન્દ્રને દબાણ કરવા સહિતની ખાતરી આપવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે જો પાર્ટીને ગુજરાતમાં સત્તા મળશે તો ખેડૂતોની 3 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ખેડૂતોની સંખ્યા ખૂબ જ મોટા પ્રમાણમાં છે. તેવામાં લોન માફીની જાહેરાત દ્વારા કોંગ્રેસ ખેડૂતોને પોતાના પક્ષમાં કરવા માંગતી હોવાનું જણાય છે. ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના પૂર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ અમદાવાદ ખાતેની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ખેડૂતો માટે વિવિધ વચનો આપ્યા હતા.

Related Articles

Back to top button