गुजरात

રખડતા ઢોર મુદ્દે હાઈકૉર્ટનું કડક વલણ, કહ્યું-સરકાર જાગે અને સ્થાનિક તંત્ર જાગે

સુરતમાં રખડતા ઢોરને પગલે મૃત્યુને લઈને ગુજરાત હાઈકોર્ટે કડક વલણ દાખવ્યું છે. બુધવારની સુનાવણીમાં ગુજરાતમાં રખડતા પશુને લઈ સરકારને તાત્કાલિક પગલાં લેવા હાઈકોર્ટનો આદેશ આપતા કહ્યું કે સરકાર જાગે અને સ્થાનિક તંત્ર જાગે.તંત્રને ઘોર નિંદ્રામાંથી જગાડવા માટે આજે હાઈકોર્ટે AMCને આદેશ કર્યો છે કે રખડતા ઢોર મુદ્દે બે અધિકારીઓની તાત્કાલિક ધોરણે નિમણૂક કરો, સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયના અમલ મામલે પણ ધ્યાન રાખવામાં આવે તેમજ સાથે સાથે પકડાયેલા ઢોરનું વ્યવસ્થાપન વ્યવસ્થિત થઈ શકે તે માટે આયોજન પણ કરવામાં આવે.

હાઈકોર્ટના આદેશના ભણકારા વાગતા જ રાજ્ય સરકારે પણ ઢોરને સરકારી જગ્યામાં રહેવાની સગવડ આપવાની જાહેરાત કરી છે.હાઈકોર્ટે કડક ટિપ્પણી કરતા કહ્યું કે રખડતા પશુના કારણે કોઈનો જીવ ન જવો જઈએ. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને સીધો આદેશ પારિત કરતાં કહ્યું છે કે 3 દિવસ 24 કલાક રખડતાં ઢોર પકડવાનું કામ કરો. આ સાથે રખડતા ઢોર મુદ્દે FIR નોંધવાની શરૂ કરવાનો આદેશ પણ કોર્ટે આપ્યો છે.

આ સિવાય કોર્ટે AMC સામે લાખ આંખ કરીને રખડતાં ઢોર મામલે ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીને પણ રિપોર્ટ તૈયાર કરવા સૂચના આપી છે અને રાત દિવસ 24 કલાક AMCની ઢોર પાર્ટી સતત ત્રણ દિવસ ઢોર પકડવાનુ કરે તેવો આદેશ પણ આપ્યો છે. રાજ્યની સર્વોચ્ચ અદાલયે ટાંક્યું છે કે ઢોરના કારણે કેટલા અકસ્માત થયા કેમ FIR નથી? સર્વે કરીશું તો દર દસ પગલાએ ઢોર જોવા મળશે. આજે FIR નોંધવાની શરૂ કરવાનો પણ હાઈકોર્ટે નિર્દેશ કર્યો હતો.

Related Articles

Back to top button