गुजरात

વડાપ્રધાન મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે: જાણો સંપૂર્ણ કાર્યક્રમ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે છે. ત્યારે તેઓ અમદાવાદ આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. PM મોદી આજે સાબરમતી નદી પર બનેલા અટલ ફૂટઓવર બ્રિજનું લોકાર્પણ કરશે. આ સાથે જ તેઓ એરપોર્ટ જ મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ તથા અન્ય નેતાઓ સાથે બેઠક કરવાના છે. PM નો આજનો સિડ્યુલ: સાંજે ૫.૩૦ કલાકે અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન, અમદાવાદ એરપોર્ટ થી રાજભવન જવા રવાના, સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સાંજે ૭.૩૦ કલાકે ‘ખાદી ઉત્સવ’ કાર્યક્રમમાં હાજરી આપશે, અમદાવાદ કાર્યકમ પૂર્ણ કર્યા બાદ રાજભવન જવા રવાના, રાજભવનમાં રાત્રી રોકાણ..PM મોદી ગાંધીનગરમાં રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. જ્યારે આવતીકાલે તેઓ ભૂજ ખાતે સ્મૃતિવન મેમોરિયલનું લોકાર્પણ કરવાના છે.
તેમજ ભૂજ ખાતે સભા સંબોધિત કરશે. જ્યારે સાંજે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે ભારતમાં સુઝુકીના 40 વર્ષના કાર્યક્રમમાં હાજરી આપશે. ૨૮ ઓગસ્ટ: સવારે ૮.૪૦ રાજભવન થી ગાંધીનગર સચિવાલય હેલિપેડ જવા રવાના,૧૦ કલાકે કચ્છના ભુજ ખાતે ‘સ્મૃતિ વન મેમોરિયલ’નું લોકાર્પણ, કાલે સવારે ૧૧:૩૦ કલાકે શ્યામજી કૃષ્ણવર્મા યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે યોજાનાર કાર્યક્રમમાં સંબોધન કરશે,ભુજ ખાતે વિવિધ વિકાસના પ્રોજેક્ટના ખાતમુહૂર્ત તથા રાષ્ટ્રાર્પણ. ૧ વાગ્યા બાદ કચ્છથી ગાંધીનગર ખાતે આવવા રવાના, ૧.૩૦ કલાકથી રાજભવન ખાતે રોકાણ, ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે સાંજે ૫.૦૦ કલાકે ‘ભારતમાં સુઝુકીની ૪૦ વર્ષ’ની સ્મૃતિમાં યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપશે,રવિવારે સાંજે ૬.૪૦ અમદાવાદ એરપોર્ટ થી દિલ્હી જવા માટે રવાના થશે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજે ખાદી ઉત્સવનો અનોખો કાર્યક્રમ યોજાશે,
જેમાં પીએમ નરેન્દ્ર મોદી હાજરી આપશે. અહીં 7500 મહિલા ખાદી-કારીગરો એક જ સમયે એકસાથે ચરખાનું જીવંત નિદર્શન કરશે. જે બાદ 28 ઓગસ્ટના રોજ PM મોદી કચ્છના પ્રવાસે જશે, જ્યાં તેઓ કચ્છના ભુજમાં સ્મૃતિવનનું લોકાર્પણ કરશે. ત્યારબાદ કચ્છ-ભુજ નર્મદા કેનાલની બ્રાન્ચ કેનાલનું લોકાર્પણ કરશે. તેઓ 1745 કરોડના ખર્ચે 375 કિમી લાંબી કેનાલનું લોકાર્પણ કરશે.

Related Articles

Back to top button