અમદાવાદ-મુંબઈના રેલવે મુસાફરોને રાહત: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે 2 સ્પેશિયલ ટ્રેન, જાણો શિડ્યુલ અને સ્ટોપેજ | Western Railway To Run Two Pairs Of Special Trains Between Ahmedabad And Mumbai

![]()
Ahmedabad-Mumbai Train Travel : પશ્ચિમ રેલવે (Western Railway) દ્વારા મુસાફરોની વધતી સંખ્યા અને સુવિધાને ધ્યાનમાં રાખીને મુંબઈ અને અમદાવાદ વચ્ચે વિશેષ ભાડા પર બે જોડી સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં મુંબઈ સેન્ટ્રલ–અમદાવાદ–મુંબઈ સેન્ટ્રલ AC સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનનો સમાવેશ થાય છે.
ટ્રેનોની સંપૂર્ણ વિગત જાણો
ટ્રેન નંબર 09021/09022 મુંબઈ સેન્ટ્રલ–અમદાવાદ–મુંબઈ સેન્ટ્રલ AC સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવાશે. ટ્રેન નંબર 09021 (મુંબઈ સેન્ટ્રલ–અમદાવાદ) આ ટ્રેન 31 મે, 2026(રવિવાર)ના રોજ મુંબઈ સેન્ટ્રલથી સવારે 06:20 વાગ્યે ઊપડશે, અને તે જ દિવસે બપોરે 12:40 વાગ્યે અમદાવાદ પહોંચશે. તો ટ્રેન નંબર 09022 (અમદાવાદ–મુંબઈ સેન્ટ્રલ) આ ટ્રેન 31 મે, 2026(રવિવાર)ના રોજ અમદાવાદથી બપોરે 15:10 વાગ્યે ઊપડશે, અને રાત્રે 21:45 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે.
રૂટ અને સ્ટોપેજ: આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, ભરુચ અને વડોદરા સ્ટેશનો પર ઊભી રહેશે.
કોચની સુવિધા: આ ટ્રેનમાં (શતાબ્દી રેક) એક્ઝિક્યુટિવ ચેરકાર, એસી ચેરકાર, અનુભૂતિ ક્લાસ કોચ અને એક વિસ્ટાડોમ (Vistadome) કોચ પણ સામેલ હશે.
અમદાવાદ–બાંદ્રા ટર્મિનસ–વટવા સુપરફાસ્ટ સ્પેશિયલ
અમદાવાદ–બાંદ્રા ટર્મિનસ–વટવા સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન પણ દોડાવાશે. ટ્રેન નંબર 09044 (અમદાવાદ–બાંદ્રા ટર્મિનસ) આ ટ્રેન 01 જૂન, 2026 સોમવારના રોજ અમદાવાદથી વહેલી સવારે 03:50 વાગ્યે ઊપડશે, અને બપોરે 12:15 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. તેવીજ રીતે ટ્રેન નંબર 09043 (બાંદ્રા ટર્મિનસ–વટવા) આ ટ્રેન 01 જૂન, 2026 સોમવારના રોજ બાંદ્રા ટર્મિનસથી રાત્રે 23:45 વાગ્યે ઊપડશે અને બીજા દિવસે મંગળવારે સવારે 08:00 વાગ્યે વટવા પહોંચશે.
રૂટ અને સ્ટોપેજ : ટ્રેન નંબર 09044 (અમદાવાદ–બાંદ્રા ટર્મિનસ) વડોદરા, ભરુચ, સુરત, વાપી, પાલઘર અને બોરીવલી સ્ટેશને ઊભી રહેશે. તો ટ્રેન નંબર 09043 બોરીવલી, પાલઘર, વાપી, ઉધના, વડોદરા, આણંદ અને નડિયાદ સ્ટેશનો પર ઊભી રહેશે.
કોચની સુવિધા: આ ટ્રેનમાં એસી-3 ટાયર (AC-3 Tier) અને સ્લીપર ક્લાસના કોચ રહેશે.
ક્યારથી શરૂ થશે બુકિંગ?
ટ્રેન નંબર 09021/09022 અને 09044/09043 માટે ટિકિટનું બુકિંગ 30 મે, 2026થી તમામ PRS કાઉન્ટરો અને IRCTCની સત્તાવાર વેબસાઇટ પર શરૂ થશે. મુસાફરો ટ્રેનોના સ્ટોપેજ, સમય અને વિગતવાર માહિતી માટે રેલવેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર જઈને વધુ વિગતો મેળવી શકે છે.



