गुजरात

ગણેશોત્સવની અનોખી ઉજવણી : દહેગામના શુભવાસ્તુ બંગ્લોઝ ખાતે મફત મેડિકલ ચેક અપ કેમ્પ યોજાયો

ફિનકેર બેંક દ્વારા ડોકટરોની ટીમ સહિતની સેવાઓ પૂરી પડાઈ

દહેગામ

૧૦૦ જેટલા રહીશોની ની:શુલ્ક સ્વાસ્થ્ય ચકાસણી કરી દવાઓ અપાઈ

ઠેર ઠેર ગણેશોત્સવ ભારે ભક્તિભાવ અને ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. ગણેશ પંડાલો વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓથી ધમધમી રહ્યા છે તેવામાં દહેગામ ખાતે આવેલ શુભ વાસ્તુ બંગલોઝ ખાતે ગણેશોત્સવ એક અનોખા અભિગમ સાથે ઉજવાયો હતો. અહીં ફિનકેર બેંકના સહયોગથી રહીશો માટે મફત મેડિકલ ચેક અપ કેમ્પ યોજવામાં આવ્યો હતો.

દહેગામ ખાતે આવેલ શુભ વાસ્તુ બંગલોઝ માં દર વર્ષની જેમ ચાલુ સાલે પણ સામૂહિક ગણેશોત્સવ ઉજવાઈ રહ્યો છે દરરોજ સાંજે આરતીની સાથે સાથે રહીશો માટે વિવિધ સંસ્કૃતિ પ્રવૃત્તિઓ નું આયોજન કરી રહીશો ભક્તિભાવપૂર્વક ગણપતિ દાદાનું પૂજન અર્ચન કરી રહ્યા છે ત્યારે દહેગામ ખાતે આવેલ ફીનકેર બેંકના સહયોગથી આજે સવારે રહીશો માટે સામાજિક જવાબદારીના ભાગ રૂપે નિશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદથી ન્યુરોલોજીસ્ટ ડોક્ટર વિવેક તેમજ તેમની ટીમે શુભ વસ્તુ બંગલોઝના ૧૦૦ જેટલા રહીશોની સ્વાસ્થ્ય ચકાસણી કરી હતી. આ કેમ્પમાં લાભાર્થીઓની તાવ શરદી બીપી ડાયાબિટીસ શ્વાસ દમ એનીમિયા વગેરે ની તપાસ કરી જરૂર પડે મફત દવાઓ પણ અપાઈ હતી આ કાર્યક્રમ દરમિયાન કેમ્પના મુખ્ય આયોજક ફીનકેર બેંકના શૈલ ઠાકર, રાજવીર ચૌહાણ તેમજ તેજસ જોશી એ ઉપસ્થિત રહી વધુને વધુ રહીશોને કાર્યક્રમનો લાભ મળે તે રીતે વ્યવસ્થા ગોઠવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ફિનકેર બેંક દ્વારા સામાજિક જવાબદારીના ભાગ રૂપે સમગ્ર રાજ્યમાં નાગરિકોની સ્વાસ્થ્ય સુખાકારી માટે દર મહિને ૧૦થી વધુ નિશુલ્ક મેડિકલ કેમ્પ યોજવામાં આવે છે.

Related Articles

Back to top button