गुजरात

ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ તેમજ ભરૂચ જિલ્લા પ્રાથમિક સંઘ અને જંબુસર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના સંયુક્ત ઉપક્રમે જંબુસર તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓમાં તમામ શિક્ષકો દ્વારા નવી પેન્શન યોજનાના વિરોધમાં કાળી પટ્ટી ધારણ કરવામાં આવી હતી

જંબુસર. ગુજરાત

ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ તેમજ ભરૂચ જિલ્લા પ્રાથમિક સંઘ અને જંબુસર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના સંયુક્ત ઉપક્રમે જંબુસર તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓમાં તમામ શિક્ષકો દ્વારા નવી પેન્શન યોજનાના વિરોધમાં કાળી પટ્ટી ધારણ કરવામાં આવી હતી તેમજ બે મિનિટનું મૌન પાડી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે 2004 પછી નોકરીમાં જોડાયેલા કર્મચારીઓને પેન્શનનો લાભ મળતો નથી. 58 વર્ષ સુધી નોકરી કરવા છતાં પેન્શન નો લાભ ન મળવાથી કર્મચારી નું જીવન નિવૃત થયા પછી નિરાધાર બની જાય છે. કોઈ આશરો રહેતો નથી. અહી એ વાત નોંધનીય છે ધારાસભ્ય કે સંસદ સભ્ય બનનારને પેન્શનનો લાભ મળે છે જ્યારે 58 વર્ષ સુધી સરકારી નોકરી કરનાર કર્મચારીને પેન્શનનો લાભ મળતો નથી. બીજી બાજુ પંજાબ, રાજસ્થાન, દિલ્હી જેવા રાજ્યોમાં તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજના આપી દેવામાં આવી છે. જ્યારે દેશનું મોડેલ ગણાતા ગુજરાત રાજ્યના કર્મચારીઓ પેન્શન યોજનાથી વંચિત છે. આથી આજે રાજ્યના કર્મચારીઓએ પહેલી એપ્રિલે કાળી પટ્ટી ધારણ કરી સરકારની નવી પેન્શન યોજનાનો વિરોધ કરી જૂની પેન્શન યોજના આપવા માટે માંગ ઉઠાવી હતી.

Related Articles

Back to top button