गुजरात

ભરૂચમાં મકાન ધરાશાયી થતા એક જ પરિવારનાં ત્રણ લોકોના મોત, બે ઇજાગ્રસ્ત

ભરૂચ: શહેરમાં ગોઝારો અકસ્માતા સામે આવ્યો છે. જેમાં આજે સવારે બંબાખાનાના વિસ્તારમાં આવેલા કુંભારિયા ઢોળાવમાં એક મકાન ધરાશાયી (home collapsed) થયું છે. જેમાં ઊંઘમાં જ આખો પરિવાર કાટમાળમાં દબાયો હતો. જેમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત નીપજ્યા છે. જ્યારે પરિવારના માતા પિતા સારવાર હેઠળ છે. પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ધડાકાભેર મકાન ધરાશાયી થવાને કારણે આસપાસના લોકો પણ દોડીને આવી ગયા હતા.

હાલ પ્રાથમિક માહિતી પ્રમાણે, શહેરના કુંભારિયા ઢોળાવમાં આવેલું એક મકાન ધરાશાયી થયું છે. જેમાં એક છોકરો, બે યુવતીના મોત નીપજ્યા છે. જ્યારે એક યુવતીનો આબાદ બચાવ થયો છે. આ બનાવની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી હતી.

Related Articles

Back to top button