गुजरात

સુરત પોલીસ આખી લક્ઝરી બસ સાથે 54 પેસેન્જર્સને લઇ ગઇ પોલીસ સ્ટેશન, જાણો આ તમામની કરતૂત

સુરત શહેરનાં પુણા પોલીસે માહિતીનાં આધારે દમણથી સુરત આવતી એક ખાનગી લકઝરી બસમાં આવતા પેસેન્જરો જે પોતાની પાસે રહેલા બેગની અંદર અલગ અલગ રીતે વિદેશી દારૂની સંતાડીને લઈને આવી રહ્યા હતા તેમને પોલીસે પકડી પાડ્યા હતાં. આ સાથે કેટલાક પેસનેજરો તો પીધેલી હાલતમાં પણ મળી આવતા પોલીસે તમામ વિદેશી દારૂ અને લકઝરી બસ કબ્જે કરી તપાસ શરૂ કરી છે.

સુરત શહેરના કેટલાંક લોકો મનમરજીથી જીવે છે. કાયદાનું પાલન તેઓ કરવામાં માનતા નથી. પોતે ધારેલું કામ કોઈપણ રીતે પૂરું કરવા માટે તેઓ કઈ પણ કરતા હોય છે પછી તે ચોરી કરી અથવા તો કોઈપણ તરકીબ કરતાં હોય છે. ત્યારે આવો એક કિસ્સો સુરતનાં પુણા ગામ વિસ્તારમાં પ્રકાશિત થયો છે આમ તો સુરતની વાત કરીએ સુરત દારૂ માટે પંકાઈ ગયું છે ત્યારે કેટલાક ઇસમો દમણથી દારૂ પી સાથે જે લક્ઝરી બસમાં આવી રહ્યા છે તે બસની અંદર મોટાભાગનાં પેસેન્જરો પોતાની પાસે રહેલા સામાન છે તેની અંદર દમણથી વિદેશી દારૂની બોટલો મૂકીને સુરત લાવી રહ્યાં છે

Related Articles

Back to top button