गुजरात

Surat News: મોંધવારીનો માર! અમૂલ બાદ સુમુલ ડેરીએ પણ દૂધના ભાવમાં લિટરે બે રુપિયાનો કર્યો વધારો

સુરત : અમૂલ બાદ સુમુલ ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કર્યો છે. સુમુલે દૂધમાં લિટરે બે રૂપિયાનો વધારો કર્યો છે. નવ મહિના પહેલા જૂનમાં પણ 2 રૂપિયાનો વધારો કર્યો હતો. નોંધનીય છે કે, સુમુલ ડેરી દરરોજ 12 લાખ લિટર દૂધનું વેચાણ કરે છે. આ ભાવ વધારાને કારણે, સુરત, તાપીના લાખો ગ્રાહકો પર 24 કરોડનો બોજો પડશે.

ગત જૂનમાં ભાવમાં કરાયો હતો વધારો

દક્ષિણ ગુજરાતની સુમુલ ડેરી દ્વારા આ પહેલા વર્ષ 2019ના ડિસેમ્બર મહિનામાં દૂધના ભાવમાં વધારો કર્યો હતો. જે બાદ 18 મહિના એટલે કે દોઢ વર્ષ બાદ ડેરી દ્વારા દૂધના ભાવમાં ફરી ગત 20મી જૂનના રોજ પ્રતિ લિટર 2 રૂપિયા ભાવ વધારો કરવામાં આવ્યો હતો. હવે નવ મહિના બાદ સુમુલ ડેરી દ્વારા પ્રતિ લિટર દુધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ અંગે સુમુલના ચેરમેન માનસિંહ પટેલ કહે છે, ‘ટ્રાન્સપોર્ટેશન સહિત અનેક વસ્તુના ભાવમાં વધારો થયો છે.’

થોડા દિવસ પહેલા સુમુલ ડેરીએ પશુપાલકોને કિલો ફેટ દીઠ 20 રૂપિયાનો વધારો આપ્યો હતો. જેથી ક્ષિણ ગુજરાતના 2.50 લાખ પશુપાલકોને તેનો લાભ મળ્યો હતો. ગાયના ફેટમાં કિલો દીઠ રૂપિયા 680 હતા જે વધીને 700 કરાયા હતા. જ્યારે ભેંસના દૂધના કિલો ફેટે રૂપિયા 695 હતા તેમાં રૂપિયા 20નો વધારો થતા રૂપિયા 715 થયા છે.

Related Articles

Back to top button