गुजरात

અમદાવાદમાં બુટલેગરો બેફામ! ‘રોકીભાઈ કો શાહીબાગ દિયા હે’, અપાઈ ધમકી

અમદાવાદ: શહેરમાં દારૂના ધંધા માટે અવારનવાર તકરારો થતી હોવાની અનેક ઘટનાઓ બની હતી. હવે તો દારૂના ધંધા માટે વિસ્તાર વહેંચ્ચો હોવાની વાતને લઈને બૂટલેગરએ ધમકીઓ આપતા આ અંગે પોલીસે ફરિયાદ નોંધી છે. જેમાં બૂટલેગર ‘શાહીબાગ એરિયા રોકીભાઈ કો દીયા હે’ કહીને પોલીસની મીઠી નજર હોવાનો આડકતરી રીતે ઈશારો કરી રહ્યો હોય તેવો ઘાટ ઘડાયો છે. ઉલ્લેખનીય છે કે, પૂર્વના શાહીબાગ, સરદારનગર, નરોડા જેવા વિસ્તારો દારૂના ધંધા માટે જાણીતા છે ત્યારે બુટલેગરો જ વિસ્તારો વહેંચી ઝગડા કરી ધમકીઓ આપી મર્ડર કરવા સુધીની વાતો કરતા પોલીસ માટે આ શરમજનક બાબત ગણાય રહી છે.

શાહીબાગમાં રહેતા શશીકાંત દુબે રીક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓને થોડા સમય પહેલા છારા નગરના નરેશ છારા સાથે બોલાચાલી થઈ હતી. બેએક દિવસ પહેલા આ નરેશ છારાનો શશીકાંત પર ફોન આવ્યો હતો. તેણે ફોનમાં “હેલો હા બાત સુન મેને રોકીભાઈ કો શાહીબાગ દિયા હે, ઔર માધુપુરા મેં ચલાઉનગા, હેલો,હે ના, બાત સુન શશીભાઈ.” શશીકાંત ભાઈએ હા બાત સુન રહા હું કહેતા નરેશ એ ***ખાની મત કર, જેથી શશીકાંત ભાઈએ મેં શાંતિ સે બોલ રહા હું ઔર તું ***ખાની બાત કયો કર રહા હે.,જેથી શશીકાંત ભાઈએ જણાવ્યું કે,  ચલાને દેના હે તો ચલાને દે જ્યાદા ***ખાની મત કર મેં તો મરને ફિર રહા હું તેરે કો જીંદા નહિ છોડુંગા.”

Related Articles

Back to top button