गुजरात

ભાજપ પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ જી ની વિશેષ ઉપસ્થિતિમાં કોંગ્રેસના દિનેશભાઇ શર્મા તેમજ નારણભાઇ પટેલે કેસરિયો ધારણ કર્યો

Anil Makwana

ગાંધીનગર

પારસ રાઠોડ

આજરોજ ભાજપ પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ જી ની વિશેષ ઉપસ્થિતિમાં અમદાવાદ શહેર મ્યુનિસિપલ કોર્પોરેશનના કોંગ્રેસના પૂર્વ વિપક્ષના નેતા શ્રી દિનેશભાઇ શર્મા અને મોડાસા, સાબરકાંઠા ના પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી નારણભાઇ પટેલ અને તેમના સમર્થકોએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા.

ભારતીય જનતા પાર્ટી એ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ અને દેશના ગૃહ તથા સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ સાહેબના નેતૃત્વમાં કામ કરતી રાષ્ટ્રીય સ્તરની રાજનૈતિક પાર્ટી છે ત્યારે શ્રી દિનેશભાઇ શર્મા અને શ્રી નારણભાઇ પટેલ નું ભાજપ પરિવારમાં હ્રદયથી સ્વાગત કર્યું.

Related Articles

Back to top button