गुजरात

વલસાડ : સરકારની માલિકીની હાઇવે ટચ કરોડોની સોનાની લગડી સમાન જમીન પચાવી પાડવાનું ભૂમાફિયાઓનું ષડયંત્ર

વલસાડ : વલસાડ જિલ્લામાં ભૂમાફિયાઓ જાણે બેફામ બન્યા છે. આ વખતે કોઇ ગરીબની નહીં પરંતુ સરકારની માલિકીની હાઇવે ટચ કરોડોની સોનાની લગડી સમાન જમીન બારોબાર પચાવી પાડવાનું ષડયંત્ર રચવામાં આવ્યુ છે. એટલું જ નહીં સરકારી કચેરીની (Government office)જૂની ઇમારતો તોડી પાડી અને સરકારી કચેરીનું નામોનિશાન પણ મિટાવી દીધું છે. ચોંકાવનારી વાત એ છે કે માથાભારે લોકોએ આવું કર્યા છતાં પણ જે વિભાગની માલિકીની જમીન છે તેવા આરટીઓ (RTO)વિભાગને કાનોકાન ખબર પણ નહોતી પડી. જોકે હવે જાણે ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા ના હોય તેવો ઘાટ સર્જાયો છે. એક જાગૃત નાગરિકે આ મામલે સરકાર સુધી રજૂઆત કરવા ના પ્રયાસ કરતા આરટીઓ વિભાગની જૂની કચેરીને તોડી પાડી જમીન પચાવી પાડવાનું ષડયંત્ર થયું હોવાના ખુદ આરટીઓ અધિકારીઓએ (RTO officers)સ્વીકાર કર્યો છે.

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવેની બંને બાજુની જમીનો સોનાની લગડી સમાન માનવામાં આવે છે. જેની બજાર બજાર કિંમત કરોડો રૂપિયાને આંબી જાય છે. ત્યારે વલસાડ જિલ્લાના ભીલાડ નજીક પણ રાજ્યના વાહન વ્યવહાર વિભાગ એટલે કે આરટીઓ વિભાગની માલિકીની રોડ ટચ કરોડો રૂપિયાની સોનાની લગડી સમાન જમીન છે. જૂના સર્વે નંબર 159 અને 160માં અંદાજે 6 એકર જેટલી આ જમીન પર 10-15 વર્ષ અગાઉ આ જગ્યા પર આરટીઓ વિભાગની કચેરી અને ચેક પોસ્ટ ચાલતી હતી. જોકે ત્યારબાદ ભીલાડ નજીક અન્ય જગ્યાએ આરટીઓની નવી ચેકપોસ્ટ શરૂ થતાં આ કચેરી અને કેમ્પસ બંધ રહેતું હતું અને અહીં ચાલતી કચેરી બંધ કરી અન્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં આવી હતી. અહીંની બધી કચેરી અને આરટીઓ ચેક પોસ્ટ બંધ રહેતા કેમ્પસ ખાલી થઈ ગયું હતું.

Related Articles

Back to top button