गुजरात

Coldwave in Gujarat: ગાંધીનગર, અમદાવાદમાં ઠંડીનો રેકોર્ડ તૂટ્યો, હજી ત્રણ દિવસ છે કાતિલ coldwave ની આગાહી

અમદાવાદ: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં હવામાનમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડશે. સોમવારે ગુજરાતમાં સૌથી વધુ ઠંડી 6.2 ડિગ્રી ગાંધીનગરમાં પડી હતી. જ્યારે અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન 6.7 ડિગ્રી જેટલું નોંધાયું હતું. હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો રહેશે. આ ઉપરાંત રાજ્યના મોટાંભાગના વિસ્તોરમાં તાપમાનનો પારો સાતથી આઠ ડિગ્રી સુધી ગગડે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યમાં 3 દિવસ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, અમદાવાદ, ગાંધીનગરમાં કાતિલ ઠંડી પડશે તો સૌરાષ્ટ્ર કચ્છમાં શીત લહેર ફરી વળવાની આગાહી કરવામાં આવી છે. ઉત્તર-પશ્ચિમના ઠંડા પવન સીધા આવતાં કોલ્ડવેવની અસર વધુ વર્તાશે. ઉત્તરના સીધા ઠંડા પવનની સૌથી વધુ અસર અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણમાં થશે. આ સાથે મહેસાણા, કચ્છ, ભાવનગર, રાજકોટ, પોરબંદરમાં પણ આની અસર અનુભવાશે. સુરેન્દ્રનગર, જૂનાગઢમાં પણ લોકો ઠંડીનો અનુભવ કરશે. તો કોલ્ડ વેવને પગલે ખાસ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.

Related Articles

Back to top button