गुजरात

RTPCR ટેસ્ટ માટે AMC સંચાલિત LG હોસ્પિટલને મળી મંજૂરી , પ્રતિ શિફ્ટ 400 ટેસ્ટીગ થશે

અમદાવાદ શહેરમાં કોરોના કેસમાં સતત વધારો નોધાઇ રહ્યો છે . શહેરમાં ડબલ ઋતુનો અનુભવ પણ લોકોમાં થઇ રહ્યો છે . ત્યારે લોકો ફરી એકવાર ટેસ્ટીગ માટે લાંબી લાઇનો લગાવી રહ્યા છે . પરંતુ ટેસ્ટીગ વ્યવસ્થા સંખ્યા વધી જતા રીપોર્ટ આવતા સમય લાગી રહ્યો છે. તેવામાં અમદાવાદ શહેરમાં માટે મોટા રાહત સમાચાર છે . અમદાવાદ શહેરમાં મહાનગર પાલિકા સંચાલિત LG હોસ્પિટલને પણ RTPCR ટેસ્ટીગ માટે જોધપુર એમ્સ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે .

AMC સ્ટેન્ડિગ કમિટી ચેરમેન હિતેશ બારોટ જણાવ્યુ હતુ કે શહેરમાં પ્રતિદિન કોરોના કેસ વધી રહ્યા છે . AMC દ્વારા ઉભા કરેલા અને અર્બન હેલ્થ સેન્ટર પર કોરોના RTPCR ટેસ્ટ માટે લોકોની લાંબી લાઇન લગાવી રહ્યા છે . અમદાવાદ શહેરમાં SVP હોસ્પિટલ અને BJ મેડિકલ કોલેજ ખાતે કોરોના ટેસ્ટીગ થઇ રહ્યુ છે . ત્યારે હવે LG હોસ્પિટલ ખાતે પણ કોરોના RTPCR ટેસ્ટ માટે મંજૂરી મળી ગઇ છે . બીજી લહેર બાદ હોસ્પિટલમાં લેબ તૈયાર થઇ હતી. પરંતુ એમ્સ દ્વારા મંજૂરી અપાઇ ન હતી .

Related Articles

Back to top button