गुजरात

RTPCR ટેસ્ટને લઈ મહત્વના સમાચાર: જાણો અમદાવાદમાં ક્યાં થશે મફતમાં ટેસ્ટ

અમદાવાદ: કોરોનાના કેસ વધતા આરોગ્ય તંત્રની ચિંતા વધી રહી છે. કોરોનાને મ્હાત આપવા તંત્ર ટ્રેસ કરો, ટેસ્ટ કરો અને ટ્રીટ (trace, test and treat) કરોની ફોર્મ્યુલા અપનાવી રહ્યું છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત હોસ્પિટલમાં તો RTPCR ટેસ્ટ ફ્રીમાં થાય જ છે એ ઉપરાંત હવે ખાનગી લેબ દ્વારા પણ અમદાવાદની કેટલીક નિશ્ચિત જગ્યાએ RTPCR ટેસ્ટ મફત કરી આપવામાં આવશે. કોરોનાના લક્ષણો જણાય તો તરત લોકો ઝડપથી ટેસ્ટ કરાવે અને તેની ઝડપથી ટ્રીટમેન્ટ થઈ શકે તે હેતુથી તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

સામાન્ય રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં ટેસ્ટિંગ માટે તંબુ તો ઉભા કર્યા છે. જ્યાં લોકો કોરોનાના લક્ષણો જણાય તો રેપીડ ટેસ્ટ કરાવી શકે. તેમજ વધુ તકલીફ જણાય તો અર્બન સેન્ટરો પર RTPCR ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે ખાનગી લેબોરેટરીઓ RTPCR ટેસ્ટ માટેના 400 રૂપિયા જેટલી ફી વસૂલી રહી છે. હાલમાં કોરોનાના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે. છતાં તંત્ર દ્વારા ટ્રેસિંગ , ટેસ્ટીગ અને ટ્રીટિંગની પદ્ધતિ અનુસાર ટેસ્ટ વધારવામાં આવ્યા છે. જેથી લોકો કોરોનાના લક્ષણો જણાય તો તે માટે ઝડપથી ટેસ્ટ કરવી શકે.

Related Articles

Back to top button