गुजरात

આજથી અપાશે Precaution vaccine dose, જાણો કોને, બે રસી પછી કેટલા સમયે આ ડોઝ લેવાશે

અમદાવાદ : ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે હવે આજથી આરોગ્ય તંત્ર દ્વારા પ્રિકોશન ડોઝ આપવાનું શરુ કરાશે. આ ડોઝ ફ્રન્ટલાઈન વોરિયર્સ, 60 વર્ષથી વધુ ઉંમરના અને ગંભીર બીમારીથી પીડાતા લોકોને આપવામાં આવશે. આ ડોઝ વેકિસનના ) બે ડોઝ લગાવ્યા બાદ 9 મહિના કે 39 અઠવાડીયા બાદ લગાવી શકાય છે. મ્યુનિ.ના તમામ અર્બન હેલ્થ સેન્ટર અને મ્યુનિ.ની હોસ્પિટલ પરથી આજથી કોઈ પણ પ્રકારના પ્રમાણપત્ર વિના પ્રિકોશન ડોઝ આપવામાં આવશે

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, દેશની સુરક્ષા કરતા હેલ્થ આર્મીની સુરક્ષા સરકાર સુનિશ્ચિત કરી રહી છ. 1 કરોડથી વધુ હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકોને પ્રિકોશન ડોઝ માટે રિમાઇન્ડર એસએમએસ મોકલવામાં આવ્યા છે. COWIN પર અપોઈન્મેન્ટ પહેલા જ શરૂ થઈ ગઈ છે.

Related Articles

Back to top button