गुजरात

કોરોનાની દહેશત વચ્ચે ગુજરાતનાં વાતાવરણમાં પલટો, તાપમાન 5 ડિગ્રી સુધી ગગડશે

ગુજરાતમાં એકતરફ કોરોના વાયરસ કેર વર્તાવી રહ્યો છે ત્યાં હવે બે સપ્તાહના ગાળામાં ફરી એક વખત માવઠાના મારનો સામનો કરવો પડયો છે. ગુરુવારે દિવસ દરમિયાન રાજ્યના 60થી વધુ તાલુકામાં કમોસમી વરસાદ પડયો હતો. જેમાં મુખ્યત્વે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના તાલુકાનો સમાવેશ થાય છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વેસ્ટર્ન ડિર્સ્ટબર્ન્સને પગલે રાજ્યમાં હજુ આગામી 3 દિવસ માવઠું પડી શકે છે. માવઠાને પગલે રાજ્યમાં અનેક સ્થળે આજે હિલ સ્ટેશન જેવો માહોલ થઇ ગયો હતો.

અમદાવાદમાં હિલ સ્ટેશન જેવો માહોલ

અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવતાં આજે દિવસ દરમિયાન છૂટાછવાયા ઝાપટાં પડયા હતા. વરસાદને પગલે અમદાવાદનું મહત્તમ તાપમાન એક જ દિવસમાં સામાન્ય કરતાં પાંચ ડિગ્રી ઘટીને 23.4 ડિગ્રી થઇ ગયું હતું. ગત રાત્રિએ લઘુતમ તાપમાનનો પારો 18.6 ડિગ્રી હતો. અમદાવાદમાં આવતીકાલઠી ઠંડીનું જોર વધશે અને 12 જાન્યુઆરી સુધી તાપમાન 12 ડિગ્રીથી નીચે જવાની સંભાવના છે.

ગત રોજ દિવસ દરમિયાન મોટાભાગના તાલુકામાં વરસાદનું પ્રમાણ અડધા ઈંચથી ઓછું રહ્યું હતું. જ્યાં કમોસમી વરસાદ પડયો તે જિલ્લામાં ગીર સોમનાથ, સાબરકાંઠા, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમરેલી, રાજકોટનો સમાવેશ થાય છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આવતીકાલે વડોદરા-ભરૂચ-છોટા ઉદેપુર-નર્મદા-સુરત-કચ્છ-દીવમાં વરસાદી માહોલ હતો.

Related Articles

Back to top button