गुजरात

અમદાવાદનાં દહેજ ભૂખ્યા દાનવો, લાખો રૂપિયા આપવાં છતાં પરણિતાને ત્રાસ આપી તરછોડી

અમદાવાદ – ન્યૂઝ પેપરમાં આપવામાં આવેલ જાહેરાત માંથી જીવનસાથીની પસંદગી એક યુવતીને ભારે પડી છે. દહેજના બહાના હેઠળ રૂપિયા પડાવ્યા બાદ પણ યુવતીને માનસિક ત્રાસ આપતા યુવતીએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.

ચાંદખેડા વિસ્તારમાં રહેતી એક યુવતીએ પોલીસ ફરિયાદ આપી છે કે વર્ષ 2018માં તેના પિતાએ ન્યૂઝ પેપરમાં આવેલ જાહેરાતનાં આધારે ઓસ્ટ્રેલિયામાં રહેતા એક યુવક સાથે લગ્ન કર્યા હતા. વિઝાની પ્રોસેસ કરવા માટે યુવતીનો પતિ ભારત આવ્યો હતો. બંને 31 ડિસેમ્બર 2018 માં કોર્ટ મેરેજ કર્યા હતા. બાદમાં તેનો પતિ ઓસ્ટ્રેલિયા જતો રહ્યો હતો. વિઝાની પ્રોસેસ પુર્ણ થઇ જતા પહેલી ડિસેમ્બર 2019 નાં દિવસે ધામધૂમથી લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. જો કે રજીસ્ટર મેરેજનાં છ મહિના બાદ યુવતીનાં સસરા એ તેના પિતા પાસે દહેજ પેટે રૂપિયા 5 લાખ રોકડા માંગ્યા હતા. અને જો 5 લાખ નહિ આપે તો જાન લઈને આવીશું નહિ તેમ કહ્યું હતું. એટલું જ નહીં સગાઈ સમયે પણ 1.5 લાખ રૂપિયા દહેજ પેટે લીધા હતા.

લગ્ન બાદ યુવતીને એક વર્ષનાં વિઝીટર વિઝા મળતા તે ઓસ્ટ્રેલિયા ગઇ હતી. જ્યાં તેના અસલ ડોક્યુમેન્ટ અને દાગીના સાથે લઈ ગઈ હતી. જો કે ઓસ્ટ્રેલિયામાં તેના નણંદ અને નણંદોઈ અવાર નવાર તેના ઘરે આવીને તું તારા પિતા ને ત્યાંથી દહેજ ઓછું લાવી છે. તારો બાપ ભિખારી છે. તેમ કહીને વારંવાર તેને અપમાનિત કરતા હતા. તેના સાસુ સસરા પણ ફોન પર તેના પતિને ચઢાવતા હતાં. જે બાદ યુવતીનાં પિતાની તબિયત બગડતા તે ભારત પરત આવી હતી.

Related Articles

Back to top button