गुजरात

અમદાવાદ: ત્રસ્ત પત્નીની પોલીસ ફરિયાદ, અનેક યુવતી સાથે છે પતિનાં સંબંધો, જીવતી સળગાવી દેવાની આપે છે ધમકી

અમદાવાદ: લગ્ને લગ્ને કુંવારા એવા અનેક પતિઓની કહાની સામે આવી ચૂકી છે. પણ હાલ પોલીસ ચોપડે એક મહિલાએ તેના જ પતિ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં આક્ષેપ કર્યા છે કે લગ્ન બાદથી જ તેના પતિને અનેક સ્ત્રીઓ સાથે સબંધ હતા અને તેઓની પાસે જ જઈને રહેતો હતો. આટલું જ નહીં 10 લાખ પિયરમાંથી લઈ આવવાનું કહી ત્રાસ આપી માર મારતો હતો. મહિલા ઘર ચલાવવા ઓનલાઈન બિઝનેસ કરવા લાગી તો તેને એક દિવસ રૂમમાં પુરી દઈ રૂપિયા માંગ્યા હતાં. આટલું જ નહીં સળગાવી દેવાની અને રેલવે ટ્રેક પર ફેંકી દેવાની પણ ધમકીઓ પતિ આપતા મહિલાએ કંટાળીને પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

હાલ કાંકરિયા ખાતે રહેતી 38 વર્ષીય મહિલાના લગ્ન ગોતા ખાતે રહેતા યુવક સાથે વર્ષ 2006માં થયા હતા. લગ્ન બાદ મહિલાએ એક દીકરી અને એક દીકરાને જન્મ આપ્યો હતો. લગ્નના થોડા જ મહિનાઓ પછી આ મહિલાનો પતિ અનેક યુવતીઓ સાથે સબંધ રાખતો હોવાનું સામે આવ્યું હતું. આટલું જ નહીં તે ઘરે પણ નહોતો આવતો અને તે જ યુવતીઓ સાથે જઈને રહેતો હતો. જે બાબતે મહીલાએ વાત કરતા તેને માર માર્યો હતો. અન્ય બાબતોમાં પણ મહિલાને તેનો પતિ માર મારતો હતો. આટલું જ નહીં પિયરમાંથી પૈસા લઈ આવવાનું કહી મહિલાને ઝઘડા કરી મારતો હતો. કરિયાવરમાં મહિલા ઘણું બધું લાવી હોવા છતાંય વધુ પૈસાની માંગણી પતિ કરતો હતો.

Related Articles

Back to top button