गुजरात

ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલ એક્ટિવા ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી એક ઈસમને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ ભુજ

ભુજ. કચ્છ

રિપોર્ટર. કાંતિલાલ સોલંકી

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ , સરહદી રેન્જ , ભુજ તથા પોલીસ અધીક્ષકશ્રી સૌરભ સિંધ સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓએ પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકવવા તેમજ થયેલ ઘરફોડ / વાહન ચોરીના વણશોધાયેલ ગુનાઓ શોધવા આપેલ સુચના અન્વયે એલ.સી.બી. , ભુજના ઇન્યાજ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.એમ.ગોહિલ તથા પો.સબ ઇન્સ્પેકટરશ્રી આઈ.એચ.હિંગોરાનાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા . દરમ્યાન આજરોજ એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે ચોકકસ બાતમી હકીકત મળેલ કે , હરપાલસિંહ છોટુભા ગોહિલ વાળો એક ગ્રે કલરની નંબર પ્લેટ વગરની એકટીવા લઇને આત્મારામ સર્કલથી શકિત હોટલ તરફ આવે છે . તેના કબ્જામાં રહેલ એકટીવા શંકાસ્પદ લાગે છે . જે મળેલ બાતમી હકીકત અંગે તુરત જ વર્ક આઉટ કરી શકિત હોટલથી આગળ આત્મારામ સર્કલ તરફના રસ્તા પાસે વોચમાં રહેલ દરમ્યાન બાતમી મુજબનો ઇસમ શંકાસ્પદ એકટીવા સાથે આવતા મજકુર ઇસમને રોકી તેનુ નામ – ઠામ પુછતા પોતે પોતાનુ નામ હરપાલસિંહ છોટભા ગોહિલ , ઉ.વ .૩૦ , રહે.આશાપુરા – ર . સ્વામીનારાયણ મંદિરની પાછળ , મુંદરા , મૂળ રહે – જાડીયા , તા.વલભીપુર જિ.ભાવનગર વાળો હોવાનું જણાવેલ મજકુર ઇસમના કબ્જાની એકટીવા બાબતેના આધાર – પુરાવાની માંગણી કરતા પોતાની પાસે કોઇ આધાર પુરાવા નહી હોવાનુ જણાવેલ , જેથી મજકુર ઇસમના કબ્જાની એકટીવા બાબતે ખરાઇ કરતા ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ગુ.ર.નં .૨૩૧૦ / ૨૦૨૧ , આઇ.પી.સી. કલમ- ૩૭૯ મુજબનો ગુન્હો રજીસ્ટર થયેલ હોય મજકુર ઇસમના કબ્જામાં રહેલ એકટીવા સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી મજકુર ઇસમને સી.આર.પી.સી કલમ – ૪૧ ( ૧ ) ( ડી ) મુજબ અટક કરી આગળની યોગ્ય તપાસ અર્થે ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે

Related Articles

Back to top button