गुजरात

ગુજરાત આવેલા લદાખના સાંસદે કહ્યુ- ‘2036 ઓલિમ્પિક માટે લદાખ પોતાની ભૂમિકા અદા કરવા તૈયાર’

અમદાવાદ: લદાખના સાંસદ જામયાંગ શેરિંગ નામગ્યાલ હાલ ગુજરાતના પ્રવાસે છે. ગુજરાત યુનિવર્સિટીમાં આયોજિત લદાખ ફેસ્ટિવલ માં હાજર રહેલા સાંસદ જામયાંગ શેરિંગનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે, જેમાં વર્ષ 2036માં ભારતમાં ઓલિમ્પિક રમાય એવી શક્યતાઓ વચ્ચે તેમણે જણાવ્યું કે, અમદાવાદમાં ઓલિમ્પિકની રમતો માટે તૈયારીઓ શરૂ થઈ છે. એવામાં લદાખ પણ પોતાની ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. ઓલિમ્પિકમાં રમાતી સ્નો સ્પોર્ટ્સ માટેની તમામ સુવિધાઓ લદાખ ઊભી કરી શકાશે. ટૂંક સમયમાં મિનિસ્ટ્રી ઑફ સ્પોર્ટ્સને લદાખમાં તૈયાર કરી શકાતી સ્નો સ્પોર્ટ્સની સુવિધાઓ અંગે અવગત કરીશું.

ઉલ્લેખનીય છે કે, સંસ્કૃતિના અદાન પ્રદાનને લઈ લદાખ યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટી વચ્ચે ગયા મહિને MOU થયા હતા. જે અંતર્ગત ગુજરાત યુનિવર્સિટીમાં લદાખ ફેસ્ટિવલનું આયોજન કરાયું. જેમાં લદાખ યુનિવર્સિટીનું ડેલીગેશન ગુજરાત યુનિવર્સિટીની મુલાકાતે પહોંચ્યું છે. જેમાં લદાખના સાંસદ જામયાંગ શેરિંગ નામગ્યાલ પણ હાજર રહ્યા છે.

લદાખના સાંસદ જામયાંગ શેરિંગ નામગ્યાલએ જણાવ્યું કે, બંને યુનિવર્સિટીઓ વચ્ચેના MoUથી ગુજરાત અને લદાખના વિદ્યાર્થીઓ બે જુદી જુદી યુનિવર્સિટીઓમાં કરી શકશે અભ્યાસ. લદાખ યુનિવર્સિટીને આ તક આપવા બદલ ગુજરાત યુનિવર્સિટીનો આભાર. લદાખમાં જે પ્રકારની સુવિધાઓ છે તેનો લાભ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને મળશે. સ્પોર્ટ્સની વાત કરીએ તો સ્પોર્ટ્સમાં દેશ આગળ વધી રહ્યો છે. વિન્ટર સ્પોર્ટ્સ માટે લદાખ કરતા સારું સ્થળ કોઈ ન હોઈ શકે. લદાખ પોતાનામાં એક સ્વર્ગ છે, સ્નો રિલેટેડ સ્પોર્ટ્સ થાય, એ દેશ માટે એક એસેટ બનશે. વિન્ટર સ્પોર્ટસનું હબ લદાખ બની શકે છે, સ્નો સ્પોર્ટ્સની સુવિધા માટે હાલ દેશના ખેલાડીઓને વિદેશ મજબૂરીમાં જવું પડે છે, એવામાં લદાખ આવા ખેલાડીઓ માટે મદદરૂપ બનશે.

Related Articles

Back to top button