गुजरात

અમદાવાદમાં મોટી દૂર્ઘટના ટળી, SP ring road પર નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી

અમદાવાદ : શહેરના સરદાર પટેલ રિંગ રોડ પર નવો બની રહેલો બ્રિજનો એક ભાગ તૂટી પડ્યો છે. મંગળવારે મોડી રાતે બોપલથી શાંતિપુરા જવા માટે બની રહેલો બ્રિજનો વચ્ચેનો ભાગ તૂટી પડ્યો હતો. ઘટના બની ત્યારે મજૂરો ત્યાં કામ કરી રહ્યા હતા અને ટ્રાફિક ભારે હતો. સદનસીબે આ દૂર્ઘટનામાં કોઇ જાનહાનીના સમાચાર નથી.

ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે

ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ફાયર વિભાગના ત્રણ જેટલા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઔડા દ્વારા છેલ્લા છ મહિનાથી બોપલથી શાંતિપુરા જતા રિંગ રોડ પર વાયએમસી ક્લબ રોડના વળાંક પાસે બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યાં જ આ દૂર્ઘટના સર્જાઇ હતી.

આ બ્રિજનો ભાગ ધરાશાયી થયો ત્યારે સદનસીબે કોઈ વાહનો અહીંથી પસાર થઈ રહ્યા નહોતા. જેના કારણે મોટી દુર્ઘટના બનતા અટકી હતી. આ બ્રિજનું નિર્માણ છેલ્લાં છ મહિનાથી ચાલી રહ્યું હતું. આ મામલે આજે બુધવારે સવારે ઔડાના અધિકારીઓ અને ઈજનેર વિભાગના અધિકારીઓ તપાસ શરૂ કરશે.

Related Articles

Back to top button